કર્પૂરગૌરં કરૂણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ
સદાવસન્તં હૃદયારવિન્દે ભવં ભવાની સહિતં નમામિ
હે ભગવાન શિવ, આપનો દેહ કપૂર જેવો ધવલ અને શાંત છે. આપ દયાના સાગર છો. આખું જગત આપનામાં જ સમાયેલું છે. આપના ગળામાં નાગરાજનો હાર શોભે છે. આપ હંમેશા માતા પાર્વતી સાથે ભક્તોના હૃદયમાં વાસ કરો છો. એવા આપને હું પ્રણામ કરૂ છું.
આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા 30 દિવસનો
શ્રાવણ મહિનાની શરૂઆત ગુરૂવાર તારીખ 13 ઓગસ્ટ ના દિવસથી થશે જ્યારે પૂર્ણાહુતિ 11 સપ્ટેમ્બર શુક્રવારે થશે.
સામાન્ય રીતે તેથી ના વધઘટને લીધે શ્રાવણ મહિનો ઘણીવાર 29 દિવસ અથવા 31 દિવસનો રહેતો હોય છે પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષમાં તેરસની વૃદ્ધિ તિથિ છે તથા વદ પક્ષમાં ચોથ ક્ષય તિથી છે આમ એક વૃદ્ધિ તિથિ અને એક ક્ષય તિથિ હોતા શ્રાવણ મહિનો પૂરા 30 દિવસનો રહેશે.
શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું મહત્વ
પૌરાણિક કથા પ્રમાણે સનત કુમારો શિવજીને પૂછે છે કે શ્રાવણ મહિનો જ શિવપૂજા માટે શા માટે ઉત્તમ ત્યારે શિવજી પોતે કહે છે કે શ્રાવણ મહિના ના દિવસો દરમિયાન માતા પાર્વતી એ શિવજી ને મેળવવા માટે તપસ્યા કરી તથા હતી અને માતા પાર્વતી ને શિવજી પ્રસન્ન થયા હતા અને શિવજી એ માતા પાર્વતી સાથે વિવાહ કર્યા હતા આથી શ્રાવણ મહિનો શિવ પૂજા માટે તે દિવસ થી મહત્વનો ગણવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. ચારેય સોમવારે શિવલિંગ ઉપર આ પ્રમાણે એક મુઠ્ઠી ધાન્ય ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને શિવમૂષ્ટી પૂજા કહેવામાં આવે છે આ પૂજાનો પંચાંગ તથા પુરાણમાં ઉલ્લેખ છે.
(1)તા.17 ઓગસ્ટને પહેલા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા,
(2)તા.24 ઓગસ્ટને બીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા,
(3) તા.31 ઓગસ્ટને ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા,
(4)તા 7 સપ્ટેમ્બરને ચોથા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી જવ ચડાવવા,
આમ, ચારેય સોમવાર ધાન્ય થી પૂજા કરવાથી જીવનમાં શાંતિ મળે છે અને પ્રગતિ થાય છે. શિવલિંગની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓની પૂજાનું ફળ મળે.
શ્રાવણ મહિનામાં શિવજીની ભકિત તથા વિષ્ણુ ભગવાનની ભકિત કરવાથી તમામ દુ:ખમાંથી ઉગરી જવાય છે. શિવજી નિરાકાર હોવાથી શિવજીની પુજા કરવામાં આવે છે. જાણો શિવજીની પુજા કરવામાં ત્રણેય દેવતાની પુજા આવી જાય છે . શિવલીંગની પુજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાની પુજાનું ફળ મળે છે. કારણ કે શિવલીગના ત્રણ ભાગમાં વેચાયેલું છે. તે શ્લોક પણ આ પ્રમાણે છે.
‘મુલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રત શિવરૂપાય‘ આમ શિવલીંગના ત્રણ ભાગમાં વહેચાયેલું છે એટલે કે સૌથી નીચેનો ભાગ બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને સૌથી ઉપર શિવજીનો વાસ શિવલીંગ છે . એવી રીતે શિવલીંગની પુજા ઉપાસના કરવાથી ત્રણેય દેવતાની પુજા થઈ જાય છે..
શ્રાવણ મહિના દરમિયાન શિવજી ઉપર અલગ અલગ મનોકામના માટે આ પ્રમાણે અભિષેક કરી શકાય છે.
(1) સંતાન પ્રાપ્તિ માટે ચોખા થી
(2) ધન પ્રાપ્તિ માટે શેરડીનો રસ અથવા બીલીપત્ર થી
(3) આયુષ્ય વધારવા માટે દુર્વાથી
(4) નવગ્રહ શાંતિ માટે કાળા તલથી
(5) રાજયોગ માટે ગાયના ઘી થી
(6) માનસિક બીમારી દૂર કરવા માટે સાકરવાળા પાણીથી
(7) શત્રુ દૂર કરવા માટે સરસવના તેલથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
શ્રાવણ મહિના દરમિયાન શુક્રવાર ના દિવસે બહેનો જીવંતીકા મા નું વ્રત રહેતા હોય છે જે સંતાનોની રક્ષા માટે છે અને સારા આરોગ્ય માટે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ શુક્રવાર હોવા થી બહેનોને જીવંતીકા મા ના વ્રત નો લાભ પાંચ શુક્રવાર સુધી મળશે
રક્ષાબંધન તા 28 ઓગસ્ટ ને શુક્રવારે અને જન્માષ્ટમી તા.4 સપ્ટેમ્બર શુક્રવાર ના રોજ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy