જૈન ધર્મમાં આ દિવસનું ખુબ જ વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે મહાવીર સ્વામી જન્મ વાચન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીના અવતરણ પહેલા માતા ત્રિશલા દેવીએ ચૌદ મહાસ્વપ્નો જોયા હતા. જૈન પરંપરા અનુસાર આ સ્વપ્નો એક મહાન આત્માના આગમનના શુભ સંકેત માનવામાં આવે છે.
હાથી : મહાન શકિત, સ્થિરતા અને ગૌરવનું પ્રતિક
વૃષભ : ધર્મ, ધૈર્ય અને શ્રેષ્ઠતાનું પ્રતિક.
સિંહ : નિર્ભયતા, પરાક્રમ અને આત્મબળનું પ્રતિક.
લક્ષ્મીદેવી : સમૃધ્ધિ, સૌભાગ્ય અને શુભતાનું પ્રતિક.
પુષ્પમાળા : યશ, પવિત્રતા અને સન્માનનું પ્રતિક.
ચંદ્ર : શાંતિ, શીતળતા અને મનની પ્રસન્નતાનું પ્રતિક.
સૂર્ય : જ્ઞાન તેજ અને અજ્ઞાનના નાશનું પ્રતિક.
ધ્વજ : વિજય, પ્રતિષ્ઠા અને ધર્મના પ્રભાવનું પ્રતિક.
કળશ : પૂર્ણતા મંગલ અને સમૃધ્ધિનું પ્રતિક.
પદ્મ સરોવર : પવિત્રતા, નિર્મળતા અને આધ્યાત્મિક વિકાસનું પ્રતિક.
ક્ષીરસાગર : વિશાળતા, શુધ્ધતા અને ગહન આધ્યાત્મિકતાનું પ્રતિક.
દેવ વિમાન : દેવો દ્વારા મહાન આત્માના સન્માનનું પ્રતિક.
રત્નોનો ઢગલો : અમૂલ ગુણો અને આધ્યાત્મિક સંપત્તિનું પ્રતિક.
ધુમરહિત અગ્નિ : જ્ઞાનનું તેજ, તપ અને કર્મોના ક્ષયનું પ્રતિક.
ભગવાન મહાવીર સ્વામીનો અધિકારિક જન્મ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. જેને મહાવીર કલ્યાણક તરીકે ઉજવાય છે પરંતુ પર્યુષણ પર્વ દરમિયાન ભાદરવા સુદ એકમે કલ્પસૂત્રના વાંચન આધારે આ જન્મ વાચન દિન ભીકતભાવપૂર્વક ઉજવવાની પરંપરા છે.
ભગવાનના જન્મ સમયે સમગ્ર પ્રકૃતિમાં આનંદ છવાઇ ગયો હતો. દેવોએ ભગવાનના જન્મનો મહિમા ગાયો અને જન્મોત્સવ ઉજવ્યો. તેથી આ દિવસ જન્મ વાંચન તરીકે પવિત્ર માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy