નવી દિલ્હી તા, 18
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહને ગ્રહોનાં રાજા માનવામાં આવે છે, જ્યારે કેતુને માયાવી ગ્રહ તરીકે જોવામાં આવે છે. સોમવારે સૂર્ય રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સિંહ રાશિમાં પહેલેથી જ કેતુ બિરાજમાન છે.
સૂર્યનાં ગોચર કરતાની સાથે જ કેતુ સાથે યુતિ બની ગઈ છે. હિન્દુ પંચાંગ અનુસાર, સૂર્ય અને કેતુની આ યુતિ 17 સપ્ટેમ્બર સુધી રહેવાની છે. જ્યોતિષ ગણતરી મુજબ, લગભગ 1 વર્ષ પછી સિંહ રાશિમાં સૂર્ય અને કેતુની યુતિ બની છે.
સિંહ રાશિના સ્વામી પોતે સૂર્ય છે. એવામાં સૂર્ય અને કેતુની આ યુતિ કેટલીક રાશિઓનું નસીબ પલટી શકે છે. આવો જાણીએ કે સિંહ રાશિમાં સૂર્ય અને કેતુની યુતિથી કઈ રાશિઓને લાભ થઈ શકે છે.
તમામ 12 રાશિઓ
મેષ રાશિ : કરિયર અને બિઝનેસમાં ધન લાભની પ્રબળ શક્યતા છે. કૌટુંબિક જીવનમાં માંગલિક પ્રસંગો યોજાશે. સમાજમાં માન-સન્માન વધશે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જોખમી કે અંદાજિત નિર્ણયો લેવામાં થોડી સંભાળ રાખવી.
વૃષભ રાશિ : કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે. ઘરનું સમારકામ, નવી ખરીદી કે નિર્માણ કાર્ય પાછળ ખર્ચ થઈ શકે છે. પરિવારમાં થોડી વૈચારિક અશાંતિ રહેવાની શક્યતા.
મિથુન રાશિ : ટૂંકી કે લાંબી લાભદાયી યાત્રાનાં યોગ છે. જૂની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, અટકેલા કાર્યો પૂરા થશે અને આવકનાં નવાં માર્ગો ખુલશે.
કર્ક રાશિ : ઘરમાં માંગલિક પ્રસંગો યોજાશે અને નવા પ્રોજેક્ટ કે વેપારમાં મૂડી રોકાણ શક્ય બનશે. જોકે, ઉતાવળમાં લેવાયેલાં ખોટા નિર્ણયોથી આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
સિંહ રાશિ : સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે અને નોકરીમાં સીનિયર્સનો સાથ-સહકાર મળશે. સામે પક્ષે માનસિક અશાંતિ, દંપતી જીવનમાં અસ્થિરતા અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચ વધી શકે છે.
કન્યા રાશિ : વિવાદિત મામલાઓમાં સફળતા મળશે અને જૂની જટિલ સમસ્યાઓનો ઉકેલ આવશે. નવો હોદ્દો કે પદ મળી શકે છે. આર્થિક બાબતોમાં લાભ અને ખર્ચ બંને સમાંતર રહેશે.
તુલા રાશિ : અત્યંત લાભપ્રદ સમય. અટકેલા કામો થોડા પ્રયાસોથી જ પૂરા થશે. શત્રુઓ કે વિરોધીઓ નબળાં પડશે અને ઘરમાં શુભ કાર્યોનું આયોજન થશે.
વૃશ્ચિક રાશિ : વેપાર-ધંધામાં આવી રહેલી અડચણો દૂર થશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા, પ્રગતિ, પદોન્નતિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો યોગ છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
ધનુ રાશિ : જૂની સમસ્યાઓમાંથી મોટી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, નવી જવાબદારી કે નવું પદ મળશે અને જીવનસ્તરમાં સુધારો થશે.
મકર રાશિ : અનિચ્છનીય કે અણધાર્યા ફેરફારો આવી શકે છે. મહત્વના કાર્યોમાં છેલ્લી ઘડીએ વિઘ્ન આવી શકે છે, જેથી વધારાની મહેનત કરવી પડશે. ઘરના સમારકામ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થશે.
કુંભ રાશિ : નવી યોજનાઓ પર કામ શરૂ થશે અને નવા સંપર્કો બનશે. કૌટુંબિક કે ભાગીદારીના સંબંધોમાં મનમુટાવ ન થાય તેનું ધ્યાન રાખવું અને વિવાદિત કે અંદાજ આધારિત કામોથી દૂર રહેવું.
મીન રાશિ : વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાના ઉત્તમ યોગ છે. આર્થિક મુશ્કેલીઓ અને દેવાની પતાવટ થશે. સ્વાસ્થ્ય તેમજ કોર્ટ-કચેરીના કેસમાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy