કાલે કામિકા એકાદશી : શ્રીકૃષ્ણને ગાયનું દૂધ ધરાવવાનો મહિમા

Dharmik | 08 August, 2026 | 03:04 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.8
કાલે અષાઢ વદ અગીયારસ ને રવિવારે તા.9નાં કામિકા એકાદશી છે. પદ્મ પુરાણમા જણાવ્યા પ્રમાણે કામીકા એકાદશી પાપોનો નાશ કરનારી, મોક્ષ આપનાર તથા જીવનમાં શાંતિ આપનાર ગણાય છે.

કામીકા એકાદશીનાં દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરવું ત્યાર બાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી વિષ્ણુ ભગવાનની છબી રાખવી સાથે બાલકૃષ્ણ પણ રાખી શકાય, દિવો, અગરબત્તી કરી પુજા કરવી છબી ને ચંદન ચોખાનો ચાંદલો કરી અબીલ ગુલાલ કંકુ પધરાવા.

ત્યારબાદ ઘરમાં શાલીગ્રામ હોય તો તેનાં ઉપર તુલસીદલ ચડાવી સાથે પુજા કરવી વિષ્ણુ સહસ્રનામ પણ બોલી શકાય છે.દરેક એકાદશીના અલગ અલગ નેવેદ્ય હોય છે તેમાં કામિકા એકાદશી ના દિવસે નિવેદ્ય માં ભગવાનને સાકર વારુ ગાયનું દૂધ ખાસ ધરાવવાનું મહત્વ છે.

પુજન પૂર્ણ થયા પછી કથા વાંચવી અથવા સાંભળવી અને બપોરે નિંદ્રાનો ત્યાગ કરવો.રાત્રીનાં 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. સાંજ ના સમયે વિષ્ણુ ભગવાન પાસે દિપ દાન કરી શકાય છે . આમ કામીકા એકાદશીનાં દિવસે ઉપવાસ રહેવાથી જીવનમાં શાંતિ મળે છે .અને કામ, ક્રોધ, લોભ, મોહનો નાશ થાય છે. સવારના અથવા સાંજના સમયે કામિકા એકાદશી ની કથા સાંભળવી અથવા વાંચવી

કામિકા એકાદશીનું મહત્વ
1. પાપમુક્તિઃ આ વ્રત જાણે-અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ આપે છે.
2. પુણ્યફળઃ આ એકાદશીની કથા સાંભળવાથી જ વાજપેય યજ્ઞનું ફળ મળે છે. ગંગા સ્નાન અને ગૌદાનથી જે ફળ મળે તે ફળ આ વ્રતથી મળે છે.
3. નામ : તેને "પવિત્રા એકાદશી” અને "કામદા એકાદશી” પણ કહે છે. "કામિકા" એટલે મનોકામના પૂર્ણ કરનારી. આમ કામિકા એકાદશીનું મહત્વ વધારે છે

કામીકા એકાદશીની કથા નો બોધ 
તમારી પાસે ગમે તેટલું ઘન વૈભવ હોય તો પણ જીવનમાં અભિમાન કરવું નહી અને કોઈ સમયે ક્રોધ કરવો નહિં જો અજાણતા થઈ જાય તો તેનું પાર્યશ્ચીત કરવું.
શાસ્ત્રી રાજદીપ જોશી.. વેદાંત રત્ન-રાજકોટ 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj