વૈદિક કાળથી ચાલ્યું આવતું આ વ્રત મુખ્યત્વે અપરિણીત યુવતીઓ દ્વારા યોગ્ય વર મેળવવા માટે કરે છે અને અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. વર્ષ 2026માં જયા પાર્વતી વ્રત 27 જુલાઈ 2026, સોમવારથી શરૂ થઈને 1 ઓગસ્ટ 2026, શનિવારના રોજ પૂર્ણ થશે.
પૂજાવિધી
વ્રતના પહેલા દિવસે માટીના વાસણમાં ઘઉં, જુવાર કે મગના બી વાવીને ’જ્વારા’ ઉગાડવામાં આવે છે. પાંચ દિવસ સુધી સવારે સ્નાન કરી શિવ-પાર્વતીની પૂજા કરવી અને ઉગેલા જુવારાને જળ ચડાવી પૂજન કરવું. વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે ઉદ્યાપન (પારણા) કરી વ્રત પૂર્ણ થાય છે અને જુવારાને નદી અથવા જળાશયમાં પધરાવાય છે.
આ વ્રતમાં મોળાકત (એક ટાણું અથવા વગર મીઠાનો ફરાળ) કરવામાં આવે છે. મીઠું ખાવાની મનાઈ હોય છે. જયા પાર્વતી વ્રત પાછળની વાર્તા દેવી પાર્વતી સુધી જાય છે. પાછલા જન્મમાં સતીએ પોતાનું જીવન છોડી દીધા પછી, પાર્વતીએ હિમાલયની પુત્રી તરીકે ફરીથી જન્મ લીધો. નાની ઉંમરથી તેઓ શિવ પ્રત્યે સમર્પિત હતા અને તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા રાખતા હતા. તેમની સ્વીકૃતિ મેળવવા માટે જંગલમાં વર્ષો સુધી ઘોર તપસ્યા કરી.
તેમના દૃઢ નિશ્ચયથી દેવતાઓ પણ પ્રભાવિત થયા અને આખરે શિવ તેમની સાથે લગ્ન કરવા સંમત થયા. જયા પાર્વતી વ્રત તેમના માનમાં રાખવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ ભક્તિ અને પ્રાર્થનાનો માર્ગ અપનાવે છે જે પાર્વતીના શિવ પ્રત્યેના પોતાના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ વ્રત શીખવે છે કે ધીરજ, ભક્તિ અને શ્રદ્ધા લગ્ન અને પારિવારિક જીવનમાં યોગ્ય પરિણામો લાવે છે.
મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માંની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને જુવાન દીકરીઓ આ પ્રકાના આશિર્વાદ મેળવવા માટે આ વ્રત કરીને માંની પ્રસન્નતા મેળવે છે. લગ્ન બાદ સાસરીમાં પ્રથમ વર્ષે અથવા અનુકૂળતાએ આ વૃતની પૂર્ણાહુતિ કરે છે, જેમાં જેમણે જ્યા પાર્વતી વૃત કર્યું હોય એવી પાંચ ગોરણીને બોલાવવામાં આવે છે. તેમનાં જમણાં અંગુઠાનું પૂજન કરી, તેમને જમાડીને યથાશક્તિ ભેટસ્વરૂપે લ્હાણી આપવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy