આવતીકાલે પુત્રદા એકાદશી વ્રત

Dharmik | 22 August, 2026 | 03:36 PM
આ વ્રત સંતાન સુખ અને સૌભાગ્યની કામનાથી કરવામાં આવે છે
સાંજ સમાચાર

2026માં શ્રાવણ સુદ અગિયારસે પુત્રદા એકાદશીનું વ્રત 23 ઓગસ્ટ, રવિવારના રોજ છે. આ વ્રત સંતાન સુખ અને સૌભાગ્યની કામનાથી કરવામાં આવે છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે, તેથી આ પાવન માસમાં આવતી એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના સાથે શિવ આરાધના કરવી પણ ભક્તો માટે પ્રભુ કૃપા પ્રદાન કરનારી માનવામાં આવે છે. વૈદિક પંચાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એકાદશી પ્રારંભ 23 ઓગસ્ટ 2026, રવિવાર અને સમાપ્તિ 24 ઓગસ્ટ 2026 સોમવાર છે. પારણાનો સમય 24 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 1:53 થી સાંજે 4:24 સુધીનો છે. 

મહાભારતમાં પુત્રદા એકાદશી વિશે જણાવવામાં આવ્યું છે. પૌરાણિક કથા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે આ વ્રતનું મહત્વ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. ભગવાને કહ્યું હતું કે, પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી ભક્તના બધાં પાપ નષ્ટ થાય છે. આ વ્રત દીર્ઘાયુ અને સંસ્કારી સંતાન આપનારું છે. ભગવાને આગળ કહ્યીં કે પહેલાના સમયમાં ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંપા હતું. તેમને કોઈ સંતાન ન હતું, તેથી તેઓ દુખી રહેતા હતા. 

આ દુ:ખને કારણે એક દિવસ રાજા સુકેતુમાન વન તરફ નીકળી પડ્યા. જંગલમાં જ્યારે રાજાને તરસ લાગી ત્યારે તેઓ એક સરોવર પાસે પહોંચ્યા. ત્યાં રાજાને ઘણા ઋષિ-મુનિઓ દેખાયા. રાજાએ સૌને પ્રણામ કર્યા અને પોતાની સમસ્યા જણાવી. મુનિઓએ જણાવ્યું કે પુત્રદા એકાદશીનાં દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી યોગ્ય સંતાન પ્રાપ્ત થાય છે. મુનિઓની આજ્ઞા માનીને રાજા સુકેતુમાને પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. થોડા સમય પછી રાણી ચંપાએ એક પુત્રને જન્મ આપ્યો.

પુત્રદા એકાદશીનું વ્રત રાખીને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી, સાધકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે, તેને બાળકોનું સુખ મળે છે અને બાળકના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે છે. આ વ્રતના પ્રભાવથી, નિ:સંતાન યુગલોને સક્ષમ અને તેજસ્વી બાળકોની પ્રાપ્તી  થાય છે.

પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ અને નારદ પુરાણમાં એકાદશી વ્રતનું મહત્વ વિગતવાર વર્ણવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે એકાદશી વ્રત રાખવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે, મન શુદ્ધ થાય છે અને અંતે વિષ્ણુના ધામની પ્રાપ્તિ થાય છે. વેદોમાં પણ માનવ જીવનના પાયા તરીકે ઉપવાસ, સંયમ અને આત્મશુદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ એકાદશી પર ભગવાન અને મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ, સાત્વિક વસ્ત્રો પહેરો. પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો અને ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મી-નારાયણની મૂર્તિ સ્થાપિત કરો. તુલસીના પાન, પીળા ફૂલો, ધૂપ અને દીવા અર્પણ કરો. "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો 108 વાર જાપ કરો. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા એકાદશી વ્રત કથાનો પાઠ કરો. દિવસભર, સંયમ, મૌન, સ્તોત્રોનો જાપ કરો અને વિષ્ણુનું નામ યાદ કરો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj