કલ્પસૂત્રોના પ્રવચનોને વર્તમાનકાલીન સમયમાં આજની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન લાવી શકાય છે

Dharmik | 12 September, 2026 | 10:47 AM
સાંજ સમાચાર

આજે પર્યુષણ પર્વની આરાધનાનાં પાંચમા દિવસે આપણે... 
- ચાર ગતિના (દેવ,મનુષ્ય,તિર્યંચ, નરક) પરિભ્રમણથી મુક્ત થવાનો ભાવ કેળવવાનો છે,
- ચાર કષાયથી (ક્રોધ, માન, માયા,લોભ) બચવાનો અભિગમ કેળવવા જેવો છે,
- ચાર પ્રકારના ધર્મમાં (દાન, શીલ,તપ,ભાવ) અભિવૃદ્ધિ કરવા જેવી છે.
- ચાર પ્રકારના ભાવમાં (મૈત્રી,પ્રમોદ,કારૂણ્ય, માધ્યસ્થ) શુદ્ધિ લાવવા જેવી છે.
- ચારેય દિશામાંથી (પૂર્વ,પશ્ચિમ,ઉત્તર,દક્ષિણ)
દિવ્ય ઊર્જા પ્રાપ્ત કરવા જેવી છે.
-ચાર પ્રકારના સમયને (સવાર,બપોર,સાંજ,રાત) સફળ કરવા જેવો છે.
-ચાર દિશાના સમવસરણમાં બિરાજમાન ચતુર્મુખી તીર્થંકર ભગવંતોની ધર્મ વાણીથી કર્મ નાશ તરફ અગ્રેસર થવા જેવું છે.
- લોકોત્તર એવા પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધનાને આપણે ખૂબ જાગૃતિપૂર્વક, સમજદારીપૂર્વક અને ઊંડાણપૂર્વક કરવાની છે.
- જાગૃતિપૂર્વક એટલે કે, આઠ દિવસ દરમ્યાન કોઈની પણ સાથે ઊંચા અવાજે વાત નહી કરવાની, કોઈની પણ સાથે જીભા-જોડી નહી કરવાની, કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારની જીદ્દ નહી કરવાની, કોઈની પણ સાથે આગ્રહ - દુરાગ્રહ નહી કરવાનો, કોઈ પણ આયોજનમાં જરા પણ લોભ નહી કરવાનો, પૂર્ણ ઉદારતા સાથે અંતરના ઉમંગ - ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક આ પર્વને મનાવવાનું છે.
- સમજદારીપૂર્વક એટલે કે મને મળેલ આ શ્રેષ્ઠ આરાધનાનાં દિવસોમાં મારે જરા પણ પ્રમાદ નથી કરવો, આળસ નથી કરવી, સમય વ્યર્થ નથી વિતાવવો. મને મળેલ આ અણમોલ મનુષ્ય ભવ મારે એળે નથી જવા દેવો, આયુષ્ય પૂર્ણ થાય એ પહેલાં સર્વ પ્રકારની શ્રેષ્ઠ આરાધના કરી જ લેવી છે. હું કોઈના પણ માટે થઈ મારા ભાવ જગતને દૂષિત નહી કરું ને મનને કલુષિત નહી થવા દઉ.
- ઊંડાણપૂર્વક એટલે કે,જેમ મરજીવા દરિયાનાં ઊંડાણમાં જાય છે તો રત્નો મેળવીને પાછા આવે છે ને કિનારે શોધવાવાળા શંખ ને છીપલા મેળવી પાછા ફરે છે તેમ મારે પણ ધર્મની ઊંડાણમાં ડૂબકી લગાવી દર્શન-જ્ઞાન- ચારિત્ર રુપી આધ્યાત્મિક રત્નો મેળવવા છે ને બાહ્ય આડંબરયુક્ત કોઈ પણ આયોજનમાં સંતુષ્ટ નથી થવું.
- કલ્પસૂત્રનાં પ્રવચનોને વર્તમાનકાલીન સમય,સંજોગ અને સ્થિતિ પ્રમાણે સમજવાથી આજની જીવન શૈલીમાં આમૂલચુલ પરિવર્તન લાવી શકાય તેમ છે.
કલ્પસૂત્રમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે સ્વપ્ન લક્ષણ પાઠકો સિદ્ધાર્થ રાજાની રાજસભામાં આવે છે ત્યારે કેટલા નમ્ર ને વિનમ્ર બનીને આવે છે ને રાજાનું દિલ જીતી લે છે પણ કોઈ એક રાજાની સભામાં કંઇક કામ મેળવવા આવેલ એક સમુદાયના લોકો અભિમાનને કારણે સંપૂર્ણ નિષ્ફળ જાય છે ને રાજાના મનથી ઉતરી ગયા. આ વાત આજની દુનિયામાં દરેક માણસે ખાસ સમજવા જેવી છે.
- દૃષ્ટાંત : જ્યાં બધા પોતાને નેતા માને, અભિમાનમાં જીવે, પોતાનું જ મહત્વ સમજે, બીજાની પાસે ધાર્યું કરાવવાની મનોવૃત્તિ રાખે એ સમુદાયના લોકોનો ક્યારેય વિકાસ ન થઈ શકે. એક વખત 500 લોકોનો સમૂહ નોકરી મેળવવા કોઈ એક રાજાને ત્યાં પહોંચ્યા. એ બધા જ પોતપોતાના અભિમાનમાં રહેવાવાળા હતા.કોઈને કોઈની વાત માનવી ન હતી ને કોઈને કોઈનું કાંઈ સાંભળવું ન હતું. રાજાએ મંત્રીની સલાહ પ્રમાણે એ બધાની પરીક્ષા લેવા માટે તે 500 લોકોની વચ્ચે માત્ર એક પલંગ મોકલ્યો અને હવે શું થાય છે તે જોવા માટે અમુક ગુપ્તચરોને મોકલી દીધા. 
હવે આ તરફ કોઈ કોઈનું સાંભળતા કે માનતા ન હતા માટે કોઈએ કોઈને પલંગ પર સુવા જ ન દીધા અને પલંગને બધાની વચ્ચે રાખી તેની સામે પગ કરી બધા સુઈ ગયા. સવારે રાજાને આ સમાચાર મળ્યા ને તુરંત જ બધાને નોકરીમાં રાખ્યા વગર જ રવાના કરી દીધા.
પર્યુષણ અને કલ્પસૂત્ર શિખડાવે છે કે, હે માનવ ! 
છોડ જીવનમાં અભિમાન, 
મેળવી લે ખૂબ સન્માન,
કરી લે સર્વનું અભિનંદન, 
તારા આત્માને થશે વંદન. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj