શ્રી કૃષ્ણનું જીવન જ તેમનો શાશ્વત અને અમર સંદેશ છે : આચાર્ય કૃષ્ણદત્ત શર્મા
શ્રી કૃષ્ણે પોતાનાં સમયનાં અત્યાચારી રાજાઓનો જ વિરોધ ન કર્યો હતો, પરંતુ તેમણે દેવતાઓના રાજા ઇન્દ્રના અહંકાર સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. આપણાં વૈદિક અવતારોમાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સૌથી વધુ લોકપ્રિય છે.
શાસ્ત્રોમાં રામને 12 કળાઓથી અને કૃષ્ણને સંપૂર્ણ 16 કળાઓથી સજ્જ માનવામાં આવ્યાં છે. એટલા માટે જ માત્ર આ બંનેનાં નામની પાછળ 'ચંદ્ર' શબ્દ જોડવામાં આવે છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે 'કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં' એટલે કે કૃષ્ણ પોતે જ સાક્ષાત ભગવાન છે. માનવ વ્યક્તિત્વના જેટલા રૂપો અને પાસાં કૃષ્ણાવતારમાં જોવા મળે છે, તેવા બીજા કોઈ અવતારમાં જોવા મળતા નથી.
આજના સમયમાં જો કૃષ્ણના વ્યક્તિત્વને સમજવું હોય તો એ યાદ રાખવું જરૂરી છે કે કૃષ્ણ જન્મથી જ પોતાના જન્મસ્થળથી દૂર થઈ ગયા હતા. તેમનો જન્મ દેવકીના ગર્ભથી થયો હતો, પણ તેમનો ઉછેર યશોદામાતાના ઘરે થયો. તેઓ જન્મથી ક્ષત્રિય કુળના હતા, પરંતુ તેમનું બાળપણ ગોવાળિયાઓ (આહીર કુળ) વચ્ચે વીત્યું. તે સિવાય તેમનો જન્મ પણ જેલના કારાવાસમાં થયો હતો.
કૃષ્ણ બાળપણથી જ એક પછી એક મુશ્કેલીઓ અને વિઘ્નોને પાર કરતાં રહ્યાં. તેમને મારી નાખવા માટે મામા કંસ સતત પ્રયાસો કરતો હતો. કૃષ્ણે પોતાના સગા મામા હોવા છતાં તેનો વધ કર્યો. આ પ્રસંગ આપણને એ સંદેશ આપે છે કે કોઈ વ્યક્તિ ભલે તમારો ગમે તેવો સગો કે સબંધી હોય, પણ જો તે અત્યાચારી અને અન્યાયી હોય તો તેનો વિરોધ કરવો જ જોઈએ. આજકાલ સમાજમાં જે ભાઈ-ભતીજાવાદ અને વંશવાદ ફેલાયેલો છે, કૃષ્ણનું જીવન તેની સામે મોટો પડકાર અને વિરોધ છે.
શ્રી કૃષ્ણે માત્ર માનવ શાસકોનો જ નહીં, પરંતુ ઈન્દ્ર જેવા દેવતાનો પણ વિરોધ કરીને ભારતીય સંસ્કૃતિમાં એક નવા યુગની શરૂઆત કરી હતી. તે સમયે લોકો ઈન્દ્રની પૂજા કરતા હતા, પરંતુ કૃષ્ણે પ્રકૃતિ, ગૌધન અને કૃષિ સંસ્કૃતિનું પ્રતિક એવા ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરાવી. આ જ કારણે કૃષ્ણનું એક નામ 'ઉપેન્દ્ર' પણ પડ્યું..
જ્યારે કોપાયમાન થઈને ઈન્દ્રે વ્રજભૂમિને ડૂબાડવા મૂષળધાર વરસાદ વરસાવ્યો, ત્યારે કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડીને આખી વ્રજભૂમિ અને તેના લોકોની રક્ષા કરી હતી. આ રીતે કૃષ્ણ અન્યાયી સત્તાઓનો વિરોધ કરીને સામાન્ય જનતાનું રક્ષણ કરે છે.
જ્યારે આપણે ભગવાન રામને યાદ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તેમના 14 વર્ષના વનવાસનું ચિત્ર સામે આવે છે, પરંતુ જ્યારે શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે ગોપીઓ સાથેની તેમની રાસલીલા નજર સામે રમી જાય છે. કૃષ્ણનાં સાચા મિત્રો ગાયો ચરાવનારા બાળગોપાળો હતા.
એટલા માટે જ તેમને સામાન્ય ભાષામાં હરિનો છોકરો પણ કહેવામાં આવે છે. આ જ સામાન્ય બાળગોપાળોની મદદથી તેમણે કાલિયા નાગને નાથ્યો અને અન્યાયી રાજા કંસનો સંહાર કર્યો. કૃષ્ણના વ્યક્તિત્વનું આ સૌથી ખાસ પાસું છે.
રાધા અને કૃષ્ણના પ્રેમને પણ સાચા અર્થમાં સમજવો ખૂબ જરૂરી છે. રાધા પરિણિત હતાં અને કૃષ્ણનાં લગ્ન કમિણી સાથે થયાં હતાં, છતાં કૃષ્ણનું વ્યક્તિત્વ પવિત્ર અને મુક્ત પ્રેમને સમર્થન આપે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ એ કોઈ રાજા-મહારાજાઓના મહેલોમાં થતો પ્રેમ નથી, પણ એ તો જીવનનાં સાચા સાથીદાર અને સહચરનો પ્રેમ છે.
કૃષ્ણ ગાયો ચરાવવા જાય છે અને દૂધ-માવો વેચતી ગોપીઓ સાથે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. તેમનો પ્રેમ ક્યારેય કર્મનાં માર્ગમાં આડે નથી આવતો, પણ તે જીવનનો સુંદર હિસ્સો અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ છે. રાસલીલા એ જ પરમ આનંદનું પ્રતિક છે.
કૃષ્ણને મહાભારત યુદ્ધનાં સાચા સૂત્રધાર અને પ્રેરક માનવામાં આવે છે. મહાભારત એ માત્ર કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ નહોતું, પરંતુ તે જૂની ગણ-વ્યવસ્થા તૂટવાની અને સમાજમાં પરિવર્તન આવવાની ઐતિહાસિક ઘટના હતી. કૌરવો અને પાંડવો બંને એક જ કુરુ વંશના હતા. કૃષ્ણ તે સમયે પ્રચલિત જૂના કડક નિયમોને તોડી રહ્યા હતા, કારણ કે તેઓ માનવતાને સૌથી વધુ મહત્વ આપતાં હતા.
કૌરવ અને પાંડવ, બંનેનું ભલું ઇચ્છતાં હતાં કૃષ્ણ
ક્યારેક જૂની પરંપરાઓને આંધળી રીતે વળગી રહેવું અમાનવીય બની જાય છે અને આવી પરંપરાઓનો વિરોધ કરવો જ જોઈએ. શ્રી કૃષ્ણનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. કૃષ્ણ કોઈના દુશ્મન નહોતા; તેઓ કૌરવો અને પાંડવો બંનેનું ભલું ઇચ્છતા હતા. બંને પક્ષોનું હિત ઇચ્છવાને કારણે જ કૃષ્ણને બંને બાજુથી દુઃખ અને કષ્ટ સહન કરવા પડતા હતા.
એકવાર નારદજી સમક્ષ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં કૃષ્ણે કહ્યું હતુંઃ "હું મારી શક્તિ કે સત્તા બતાવીને મારા પોતાના ભાઈ-બંધુઓ કે સગા-સંબંધીઓને મારા ગુલામ બનાવવા નથી માગતો. હું રાજા બનીને નહીં, પણ તેમની સમકક્ષ બનીને રહેવા માગું છું. મને જે પણ ભોગ કે સુખ-સંપત્તિ મળે છે, તેનો અડધો ભાગ જ હું વાપં છું અને બાકીનો અડધો ભાગ મારા કુટુંબીજનો માટે છોડી દૂં છું. છતાં પણ તેઓ જે કડવા વેણ બોલે છે, તે સાંભળીને હું તેમને માફ કરી દઉં છું."
કૃષ્ણ આગળ કહે છેઃ "મારા મોટા ભાઈ બલરામ પાસે અપાર બળ છે અને તેઓ પોતાનામાં જ મસ્ત રહે છે. મારા નાના ભાઈ ગદમાં ખૂબ સુંદરતા છે, એટલે તે મહેનત કરવાથી દૂર ભાગે છે. મારો પુત્ર પ્રદ્યુમ્ન પોતાના રૂપ અને સૌંદર્યના અહંકારમાં જ મગન રહે છે. આટલા સગા-સહાયકો હોવા છતાં પણ હે નારદજી, હું મારી જાતને અસહાય અનુભવું છું! યાદવ વંશમાં અનેક મહાન, બળવાન અને પરાક્રમી યોદ્ધાઓ છે.
આ યોદ્ધાઓ જે પક્ષમાં રહે તેને કોઈ હરાવી ન શકે. પરંતુ આહુક અને અક્રૂર નામના નેતાઓ વચ્ચેના આંતરિક ભેદભાવ અને વૈમનસ્યએ મને ચારે બાજુથી બાંધી દીધો છે. હું આ બંનેમાંથી કોઈ એકનો જ પક્ષ લઈ શકતો નથી. જેમના પોતાના જ સગાઓ આપસમાં લડતા હોય, તેના માટે આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે?
`જેમ કોઈ બે જુગારીઓની એક જ માતા હોય, તો તે માતા પોતાના એક પુત્રની જીત ઈચ્છે છે પણ સાથે સાથે બીજા પુત્રની હાર પણ જોવા નથી માગતી; બિલકુલ તેવી જ રીતે હું પણ આ બંને પક્ષોનું ભલું ઈચ્છું છું અને કોઈ એકની પણ હાર કે વિનાશ નથી ઈચ્છતો. આ જ કારણે બંને પક્ષોનું કલ્યાણ ઈચ્છવા છતાં મને બંને બાજુથી માત્ર કષ્ટ અને માનસિક પીડા જ મળે છે.`
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy