બુકાવુ, તા.11
કોંગોના પૂર્વ શહેર બુકાવુમાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના બની હતી. અહીં એક ઘરમાં લાગેલી આગ અચાનક નજીકની બે શાળાઓ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે થયેલી ભીષણ આગ અને નાસભાગમાં 26 વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત સૌપ્રથમ નજીકના એક ઘરમાં થઈ હતી. આ વિસ્તારમાં વસ્તી ખૂબ ગીચ છે અને મોટાભાગના ઘર લાકડાના બનેલા હોવાના કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આ આગ તેની આજુબાજુ આવેલા ફુરાહા સેકેન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઇમરી સ્કૂલ સુધી પહોંચી ગઈ હતી.
પ્રાંતિય સરકારના આંકડા મુજબ આ ગોઝારી ઘટનામાં કુલ 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે, જેમાં 19 છોકરીઓ અને 7 છોકરાઓ સામેલ છે. આગ અચાનક ફાટી નીકળવા અને ગૂંગળામણભર્યું વાતાવરણ થવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ શાળાની અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે તેમનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
શાળામાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખૂબ જ સાંકડા હોવાથી આગ લાગ્યા બાદ ભારે અફરા-તફરી મચી ગઈ હતી. જીવ બચાવવા દોડતી વેળાએ કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા અને નાસભાગમાં દબાઈ જવાથી પણ તેમનું મૃત્યુ થયું હતું. જીવ બચાવવા માટે ઘણા વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદી પડ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy