જુનાગઢ તા.14
જૂનાગઢમાં પોસ્ટ મારફત હાઇબ્રીડ ગાંજો સપ્લાય કરવાનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું હતું અને આ અંગે પોલીસે ભવનાથ પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ બનાવોના ગુનાઓ દાખલ કર્યા હતા.
જે કેસમાં ગાંજો સપ્લાય કરનાર ઓરિસ્સાના બે શખ્સોને પોલીસે ઓડિશામાંથી દબોચી લઈ આવી છે. જૂનાગઢમાં થોડા દિવસો પહેલા સસ્પેન્ડ પોલીસ કર્મી સહિત બે શખ્સોને ઓરિસ્સામાંથી પોસ્ટ મારફત હાઇબ્રીડ ગાંજો મંગાવીને વેચાણ કરતા હોવાનું કારસ્તાન પકડી પડ્યું હતું.
પોલીસે ભવનાથ ખાતેથી પોસ્ટ ઓફિસ પાસે અને અન્ય એક સ્થળે પોલીસ ઓફિસમાંથી કુરિયરમાં મંગાવેલો ગાંજો જપ્ત કરી તેમની પૂછપરછમાં ગાંજો સપ્લાય કરનાર ઓરિસ્સાના અજય કુમાર ઉર્ફે ગોપી દાદા રવિન્દ્રકુમાર શામળા અને ટંકાધર રામેશ્વર સાહુ નામના બંને આરોપીઓને ઝડપી લેવા બી ડિવિઝન પીઆઇ એમએમ ઇંગોરા સહિતનાઓએ બે ટીમ ઓરિસ્સા મોકલી હતી અને અહીંયા તેઓએ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી અજય કુમાર અને ટંકાધરને પણ ઝડપી બંનેને જુનાગઢ લાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy