વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો : ચાર લાખનો મુદ્દામાલ કબ્જે

Crime | Morbi | 12 September, 2026 | 12:05 PM
80 હજારનો 400 લીટર દારૂ મળી આવ્યો : વાહનમાંથી તરૂણ પણ પકડાયો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) 
મોરબી તા 12 
વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર પંચાસર ચોકડી પાસેથી પસાર થતી બોલેરો ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ, ગાડી તથા મોબાઇલ આમ કુલ મળીને 4.09 લાખના મુદ્દામાલને કબજે કરીને એક આરોપીની ધરપકડ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ગાડીમાંથી મળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સિટી પોલીસની પેટ્રોલિંગમાં હતી ત્યારે વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાને સંયુક્તમાં બાતમી મળી હતી કે, સફેદ કલરની બોલેરો પીક અપ ગાડી નંબર જીજે 3 બીવી 0042 માં દેશી દારૂનો જથ્થો ભરીને તેને વાંકાનેરના જડેશ્વર રોડ ઉપરથી લીલાપર ગામ તરફ લઈને જવાના છે જેથી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી.

અને મળેલી બાતમી મુજબની બોલેરો ગાડી ત્યાંથી પસાર થતા  ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 80 હાજરની કિંમતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 29 હજાર રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને 4.09 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપી નીતિન ધીરુભાઈ અગેચાણીયા રહે. લીલાપર પ્રકાશનગર સોસાયટી મોરબી ધરપકડ કરેલ છે ગાડીમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવેલ હોય પોલીસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj