(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)
મોરબી, તા.12
મોરબી એ-ડીવીઝન પોલીસે બે જુદી-જુદી રેડ કરી દારૂની બોટલ, બીયરના ટીન અને દારુના નાના ચપલા મળીને 45 બોટલ પકડી પાડી હતી. જેમાં પંચાસર રોડ શિવમ હોલ પાસેથી એક્ટીવા લઇને નીકળેલા યશ હિતેશ શર્મા, રહે. કુબેરનગર, નવલખી રોડને અટકાવી તલાસી લેતા તેની પાસેથી દારૂની બે બોટલ રૂા.3800 અને બીયરના પાંચ ટીન રૂા.600 મળી આવતા એક્ટીવા સહિત રુા. 54,400નો મુદ્ામાલ જપ્ત કર્યો હતો. યશ શર્માએ કુબેરનગરમાં જ રહેતા ઓમદેવસિંહ ઉર્ફે મોમભા પાસેથી જથ્થો મેળવ્યો હોવાનું ખુલતા બંને સામે ગુનો નોંધી આગળની તપાસ શરુ કરવામાં આવી હતી.
જ્યારે બીજી રેડમાં શનાળા ગામે મુરલીધર હોટલ પાસે રહેતા વિકી નારણભાઇ નાટડા પાસેથી દારુના 38 ચપલા (નાની બોટલ) મળી આવતા રૂા.6490નો મુદ્ામાલ પકડી વિકી નાટડા સામે પણ પ્રોહિબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગળેફાંસો
મોરબી તાલુકાના ચકમપર ગામે લક્ષ્મણભાઇ ભુદરભાઇની વાડીએ રહીને મજુરી કામ કરતા વિજય સોમાભાઇ નાયકા નામના વીસ વર્ષના યુવાને અગમ્ય કારણોસર વાડીએ ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વાંકાનેરના પાંચ દ્વારકા ગામે રહેતા સવજી નરૂભાઇ જાખણીયા (35) નામના યુવાનને ઘર પાસે ઘોઘાભાઇ નામના માણસે ધોકા-પત્થર વડે માર મારતા સવજીભાઇને અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.
માળીયા (મિં.)ના ખાખરેચી ગામે ઘરે પત્થર વડે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા લક્ષ્મીબેન કાનાભાઇ રાંચોજી (23)ને સારવાર માટે મોરબી લવાયા હતા.
મારામારી
મોરબીની ઘાંચી શેરીમાં રહેતા પરિવારની આશીયાનાબેન હનીફભાઇ નારેજા (30)ને ધ્રોલ ખાતેની અતિતિ સોસાયટી ડોડીયા નાકા પાસે તેમના ઘરે પતિ દ્વારા ધોકા વડે માર મારીને ગળુ દબાવવા પ્રયાસ કરતાં ઇજા પામેલા આશિયાનાબેનને અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેરમાં આવેલ લેક્ષ લેથર ખાતે કામ કરી રહેલા લલીતાબેન જોષી (ઉ.વ. 36, રહે. કડીવાડ, જી. ઓરવા, મધ્યપ્રદેશ) ઉપર માથાના ભાગે વજનદાર પત્થર પડતા ઇજા પામેલા લલીતાબેનને અત્રે આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.
યુવતી સારવારમાં
હળવદના પીપરાળી ગામે વાડી વિસ્તારમાં કોઇ કારણસર ઝેરી પ્રવાહી પી લેતા સપનાબેન શિકારભાઇ પટેલ (ઉ.વ. 24)ને સારવાર માટે મોરબી લવાયા હતા. જ્યારે અવની ચોકડી પાસેથી બાઇક લઇને જઇ રહેલા ધીરજ ખોડાભાઇ પરમાર (ઉ.વ. 25) અને લાલજી ખોડાભાઇ પરમાર (ઉ.વ. 27, રહે. ઠુઠાની વાડી અવની ચોકડી પાસે)ના બાઇકને અવની ચોકડી પાસે કોઇ કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા ધીરજ બાઇકને અવની ચોકડી પાસે કોઇ કાર ચાલેક હડફેટે લેતા ઇજા પામેલા ધીરજ અને લાલજીને અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઇ જવાયા હતા.
જ્યારે સામાકાંઠેથી ગુમ થયેલા અનસોયાબેન નરોતમભાઇ ખાંભુ (ઉ.વ. 35, રહે. ઉમીયાનગર, ખોડીયાર મંદિર પાસે, સામાકાંઠે) ઘરે ઝઘડો થતાં સગાને ત્યાં રીસામણે ચાલ્યા ગયા હતા અને ફોન ન હોય ગુમ શુધ્ધા ફરિયાદ નોંધાવાયેલ હતી જે અનસોયાબેન મળી આવતા પરિવાર અને પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy