વેરાવળ, તા.14
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેના નામ સ્પેશ્યલ જજ પંડ્યાએ લાંચ લેવા સબબના કામે તલાટી મંત્રી સહિત અન્ય બે પ્રજાજનોને તા.14 સુધીના પોલીસ રીમાન્ડમાં સોંપેલા.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વતની ફરિયાદી વનરાજભાઇ ઉર્ફે વિજયભાઇ ગોહેલનાઓ ગલીયાવડ ગામે આવેલ બીનખેતીની જમીનમાં ચામુંડા માતાજીનો મઢ બનાવવા માટે ગલીયાવડ ગામના તલાટી મંત્રીને ગામ નમુના નં.2 બાબતે મળેલા. તલાટી મંત્રી દ્વારા તેમની પાસે પ્રથમ રૂા.30 હજારની માંગણી કરેલી અને ત્યારબાદ અંતે રૂા.8 હજારની લાંચની માંગણી કરેલી જે અંગે તેઓએ ફરિયાદ એ.સી.બી. અધિકારીને કરતા છટકુ ગોઠવાયેલ અને તેમાં તલાટી મંત્રી તથા તાલાલા તાલુકાના બે પ્રજાજનો આ તલાટી મંત્રીની માંગણીવાળી લાંચની રકમ સ્વીકારતા એસીબી પોલીસ સ્ટે. ગીર સોમનાથના અધિકારીએ રંગે હાથ ઝડપેલા હતા.
આ બનાવમાં આજ તા.12ના રોજ એસીબી પોલીસ, ગીર સોમનાથના પીઆઇ બી.કે. ચાવડા દ્વારા તેઓને ગીર સોમનાથ જિલ્લાની સ્પેશ્યલ કોર્ટ, વેરાવળ ખાતે જે.જે. પંડ્યા સમક્ષ રજુ કરી રીમાન્ડની માંગણી કરતા, સરકાર તરફે એડી.સ્પે. પી.પી. જે.ડી. પાઠકનાઓની દલીલ તથા આરોપીઓ તરફેના વકીલની દલીલો થયેલી. ત્યારબાદ વેરાવળના સ્પે. જજ જે.જે. પંડ્યા દ્વારા તેઓને તા.14 સુધીના રીમાન્ડ મંજુર કરી પોલીસને સોંપેલા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy