(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.12
મોરબીના મહેન્દ્રપરામાં વાડામાં, કબીર ટેકરીમાં મંદિર પાસે, માળીયાના જુના દેવગઢ ગામે અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 3 મહિલા સહિત કુલ 24 લોકોને જુગાર રમતા પકડવામાં આવેલ છે.
મહેન્દ્રપરા શેરી નં. 10-11 ની વચ્ચે વાડામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પરેશભાઈ મનહરલાલ પાટડીયા (47) રહે. મહેન્દ્રપરા મોરબી, વિપુલ ખેંગારભાઇ ખીંટ (30) રહે. ભગવતી પરા મોરબી, રમેશ દેવાભાઈ લામકા (55) રહે. ભગવતી પરા મોરબી, નીતિન નાગજીભાઈ બજાણીયા (47) રહે. જનકનગર મોરબી, ભાલુ રતાભાઇ ખીટ (45) રહે. મહેન્દ્રપરા મોરબી, કાનજીભાઈ રામજીભાઈ પરમાર (50) રહે. ગોકુલનગર મોરબી, રવિ દેવાભાઈ રાઠોડ (30) રહે. ભગવતી પરા મોરબી અને આર્યનભાઈ ભાલુભાઈ ખીટ (20) રહે. મહેન્દ્રપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 47,990 રૂપિયા રોકડા તથા 58,500ની કિંમતના સાત મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,06,490 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મોરબીમાં કબીર ટેકરી રામાપીરના મંદિર પાસેથી વિશાલઈ ધીરજભાઈ અગેચાણીયા (22), શીવાભાઈ વીરજીભાઈ ડોડીયા (25), જયેશભાઈ શામજીભાઈ અગેચાણીયા (21), યોગેશભાઈ મગનભાઈ વાઘાણી (30), અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી (40), ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા (45) અને સુનીતાબેન નીતિનભાઈ અગેચણીયા (35) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાર્યવાહી કરેલ છે.
માળીયા મીયાણા તાલુકાના જુના દેવગઢ ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે મેઘાભાઈ લાભુભાઈ પીપળીયા (20) રહે. બગસરા, ગણેશભાઈ વજાભાઈ સુરાણી (35) રહે. બુટાવાડા, મુન્નાભાઈ ગગજીભાઈ રાઠોડ (24) રહે. જીંજુડા, અશોકભાઈ રૂપાભાઈ ધોળકિયા (30) રહે. જુના દેવગઢ અને રોહિતભાઈ ગોગાભાઈ પીપળીયા (19) રહે. બગસરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,700 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકામાં ગુનો નોંધાયો છે.
તો વાંકાનેરના કોટડાનાયાણી ગામે દેવીપુજકવાસમાં સલીમભાઈ આમદભાઈ ઠેબા (62), સત્તાભાઈ કડવાભાઈ વરુ (48), મનસુખભાઈ જકશીભાઈ સોલંકી (45) અને પોપટભાઈ બોદુભાઇ કાતીયાર (60) રહે. બધા કોટડાનાયણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6480 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકામાં ગુનો નોંધાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy