(કેશુભાઈ માવદીયા) માધવપુર તા.14
માધવપુર ઘેડ ગામે સ્કુલે જતી છાત્રાનું અપહરણ કરી ગામના જ શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાઈ છે. માધવપુર ઘેડ ગામે રહેતી સગીર વયની છાત્રા સ્કુલે જતી હતી. ત્યારે અલ્પેશ ડાયા માવદીયા નામના શખ્સે બાઈકમાં બેસાડી તેમના ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે અલ્પેશ માવદીયા સામે પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં માધવપુર ઘેડ ગામે રામદેવપીર મંદિરના પરિસરના કુવામાં અજાણ્યા વૃધ્ધે પડતુ મુકી આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ મોકલી આપી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
પોલીસનો સંપર્ક તુટયો
માધવપુર ઘેડ પોલીસ સ્ટેશન હેઠળ 11 ગામોના રક્ષણ સુરક્ષાની જવાબદારી હોવા છતા પોલીસ સ્ટેશનનો ફોન બંધ રહેતા અકસ્માત અને અન્ય ગુના સમયે જનતાને પોલીસની સમયસર મળની નથી લેન્ડલાઈન ફોન તાકીદે શરૂ કરવા માંગ ઉઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy