સોરઠ પંથકમાં ભાદરવા માસમાં પણ જુગારની મૌસમ યથાવત, વધુ 55 જુગારીઓ પકડાયા

Crime | Junagadh | 14 September, 2026 | 11:34 AM
માળીયાહાટીના, વંથલી, મેંદરડા, જુનાગઢ પંથકમાં પોલીસના ઠેર-ઠેર દરોડા
સાંજ સમાચાર

જુનાગઢ, તા.14
જુનાગઢ તાલુકા અને જિલ્લામાં ચાલતા જુગાર ધામ પર ઠેર ઠેર પોલીસે રેડ પાડી પપ શખ્સોને ઝડપી લીધા છે. માળીયાહાટીના અમરાપુર ગામે જાહેરમાં જુઠ્ઠું રમતા જગદીશ ભીમા સોલંકી, પંકજ કેસુ રાઠોડ, રોહિત વલ્લભ કળથીયા, મનસુખ બાબુ જેઠવા, નિલેશ મનસુખ મકડિયા, વિપુલ ખીમા ચાવડા, હાર્દિક મુકેશ ચાવડા, જયેશ કાળુ ચાવડા, અજય રમેશ સોલંકી, અશ્વિન દેવશી ધુડા, મુકેશ દાના ચાવડા, વિપુલ ધીરુ જેઠવા સહિત બારને રોકડ રૂપિયા 11, 250 760 સાથે દબોચી લીધા હતા.

માળીયાહાટીના કડાયા ગામે જાહેરમાં જુગઠું  અનિલ ગોરધન કરદણી, નાનાલાલ છગન દઢાણીયા, ભરત કરસન દઢાણીયા, દિનેશ ભગવાન દઢાણીયા, ઋત્વિક જમન દેસાઈ, રણજીત જગુ ચુડાસમા, અશ્વિન અરજણ પરમાર, રવિ સામગર  મેઘનાથી સહિત આઠને રોકડ રૂપિયા 21,165 સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

બાંધવાના કોડીવાસમાં ઘોડી ભાષાનો જુગાર રમતા રોનક રાજુ કરમટા, જગમાલ ચનુ રાઠોડ, રાકેશ એ ભા વાસણ, ભાવેશ પાંચા કરમટા, મહેશ પોપટ ભુવા, ધ્રુવ અરવિંદ માવ, હરેશ રણછોડ ચાવડા, પ્રતાપ બાબુ ભકડ, હિરેન અનિલ મશરૂ, રાહુલ કરસન વાઢેર સહિત 10 ને રોકડ રૂપિયા 53,400 સાથે દબોચી લીધા હતા. 
વંથલીના લુશાળા ગામે જાહેરમાં જુગાર રમતા 22 ભોજો વીરા, રાહુલ જસા ડાંગર, મિલન ધર મન ડાંગર , હિતેશ નાજા ડાંગર, હરેશ રાયમલ દવ, હાજા સીધા ડાંગર, પ્રવીણ ગોવિંદ જલુ, રમેશ ખીમા જાટીયા, અને વિરલ અરવિંદ ડાંગર સહિત નવને રોકડ રૂપિયા 18,260 સાથે ઝડપી લીધા હતા .

 મેંદરડાના નાની ખોડીયાર ગામે જાહેરમાં ગેલતા હરેશભાઈ ભનુ માંડવીયા, નયન અશોક રાનેરા, ચંદુલાલજી સોલંકી, જીતુ ગોરધન ચાવડા, સહિત ચારને રોકડ 5,440 સાથે ઝડપી લીધા હતા 

જૂનાગઢના વાણંદિયા ગામે જાહેરમાં જુઠ્ઠું ખેલતા સંજય કાનજીનાથ વાઘેલા, સંજય ઓગળ ચૌહાણ, રમેશ બાલુનાથ પરમાર, સંજય નાથ ધીરુ નાથ વાઘેલા, જીલુનાથ ધીરુનાથ વાઘેલા, હિતેશ નાથ મુકેશ નાથ વાઘેલા, રવિ ઉર્ફે કરણ મુકેશ નાથ વાઘેલા, મહિપત રમેશ પરમાર, શૈલેષ લખમણ પરમાર, નારણ કેશુ પરમાર, નિલેશ કાનજી નાથ પરમાર, અને અજય નાથ શાંતિનાથ ગોહિલ સહિત બારને રોકડા રૂપિયા 21,  4 50 સાથે ઝડપી લીધા હતા.

આપઘાત
વિસાવદરના કાલ સારી ગામે રહેતા રાહુલભાઈ રમેશભાઈ સોલંકી(ઉમર 28)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નોંધાતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.  બીજો બનાવ ભેસાણના સરદારપુરા પોલીસ સ્ટેશન પાછળ રહેતા શરદભાઈ મુકેશભાઈ કપુરીયા ઉમર 26 ના લગ્નજીવન બાદ બંને વચ્ચે લગ્નજીવન બરોબર ચાલતું ન હોય છ માસ પૂર્વે તેઓના છૂટાછેડા થઈ ગયેલ હોય જે માનસિક ટેન્શનમાં આવી શઝેરી દવા પી લેતા હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાકા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોતનું થયું હતું. બનાવની તપાસ ભેસાણ પોલીસે હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj