રાજકોટ. તા.14
હાલ રાજકોટમાં રહેતી પરિણીતા પર અમાનુષી ત્રાસ ગુજારનાર વિરપુરમાં રહેતા પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ વીરપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જે બાબતે પતિ અને સાસરીયા મારમારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બનાવ અંગે હાલમાં રાજકોટમાં સતનામ સોસાયટીમાં કાકાની દીકરીઓ સાથે રહેતી હેતલબેન (ઉ.વ.33) નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ સુભાષ કેશુભાઈ સરવૈયા, સસરા કેશુભાઈ સરવૈયા, સાસુ ભાનુબેન સરવૈયા, દિયર દિવ્યેશભાઈ સરવૈયા, દેરાણી સ્નેહલબેન દિવ્યેશભાઈ સરવૈયા તથા નણંદ પારૂલબેન નવજીભાઈ ભાલીયાના નામ આપી જણાવ્યા મુજબ તેમના લગ્ન આશરે 13 વર્ષ પહેલાં સુભાષભાઈ સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો હતો.
આશરે ચાર વર્ષ પહેલાં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આશરે 15 મહિના પહેલાં ઘરકામની બાબતે પતિએ ઝઘડો કરી ફડાકો મારી મુઢ મારમાર્યો હતો અને સાસુ-સસરાએ પણ મારકૂટ કરી હતી. ત્યારબાદ તેઓ આશરે નવ મહિના પિયર રાજકોટ ખાતે રહ્યા હતા. બાદમાં સમાધાન થતાં તેઓ પતિ સાથે અલગ રહેવા વીરપુર આવ્યા હતા.
દરમિયાન નણંદ પારૂલબેને હોટલ ખાતે આવી ઝઘડો કરી મારમાર્યો હતો. પતિ-પત્નીએ છૂટાછેડા લેવાનું નક્કી કરી નોટરી કરાર કર્યો હતો, જેમાં રૂ.15 લાખ તથા 12-13 તોલા સોનુ આપવાનું લખાણ કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
13 સપ્ટેમ્બરે હેતલબેન પોતાની બંને દીકરીઓને મળવા વીરપુર ખાતે સાસુ-સસરાના ઘરે પહોંચ્યા ત્યારે દેરાણીએ ઘર બહાર નીકળી જવાનુ કહ્યું હતું. નાની દીકરીને તેડી લેતાં સાસુએ મોઢું પકડી, દિયરે વીડિયો ઉતાર્યો, પતિએ ઝાપટો મારી, દેરાણીએ ગળું પકડ્યું તથા સાસુએ મુંઢ માર માર્યો હતો. જેથી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી.
પુત્રવધુએ પણ સાસરીયાના લોકો સાથે ઝપાઝપી કર્યાની વળતી ફરિયાદ નોંધાઈ
રાજકોટ. તા.14
હાલ રાજકોટ રહેતી પરિણીતાએ ત્રાસની ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે સાસુ ભાનુબેન કેશુભાઇ સરવૈયા(ઉ.વ.55) દ્વારા પુત્રવધુ હેતલ સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ તથા તેમના મોટા દીકારની બંન્ને દીકરીઓને નાસ્તો કરતા હતા.
દરમિયાન પુત્રવધુ હેતલે ઘરે આવી ફરિયાદી તથા તેમના પરિવારજનો સાથે ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને જમની આંખના નીચે ઇજા પહોંચાડી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy