(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 14
મોરબીના પીપળી ગામે કોમ્પલેક્ષ નજીક જાહેરમાં એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે પંચાસર રોડ ઉપર આવેલ અક્ષર પાર્ક સોસાયટીમાં શિવમ પેલેસ પાસે જાહેરમાં ત્રણ મહિલાઓ જુગાર રમતા મળી આવી હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પીપળી ગામની સીમમાં સીસમ સીરામી કારખાના તરફ જવાના રસ્તા ઉપર આવેલ કોમ્પલેક્ષમાં મોમાજી મોબાઈલની આગળના ભાગમાં પતરા નીચે જુગાર રમતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદ બાબુભાઈ સોમાણી રહે. રામવિલા સીસાયટી પીપળી, પારસ કનુભાઈ વરાણીયા રહે. રામવિલા સોસાયટી પીપળી, નિલેશભાઈ મનસુખભાઈ વડાલીયા રહે. મારુતિ પાર્ક સોસાયટી પીપળ, મકસુદ મોમદભાઇ નકુમ રહે. જુના બસ સ્ટેશન પાસે અને ચેતના નવીનભાઈ વાઢેર રહે. લાયન્સ નગર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 71,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી .
અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જયારે પંચાસર રોડ ઉપર આવેલ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પાસે જાહેરમાં જુગાર રમતા રશ્મિતા મેહુલભાઈ ભીમાણી રહે. અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પુરી વસંતભાઈ કસુન્દ્રા રહે. વૃંદાવન પાર્ક તન સ્રુતી હાઇટ્સ મોરબી અને વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા રહે. અવની ચોકડી સુભાષનગર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy