ગોંડલના યુવાનને માતા-બહેનને ઉઠાવી લેવાની ધમકી આપી બેલડીએ રૂ. 4.01 લાખની ખંડણી પડાવી

Crime | Rajkot | 14 September, 2026 | 12:00 PM
♦ યુવક અને જૂનાગઢનો શખ્સ સાથે કામ કરતાં બાદ નોકરીમાંથી કાઢી નાખ્યાનો ખાર રાખી શબ્બીર સુમરાએ ડરાવી પૈસા પડાવવાનું શરૂ કર્યું
સાંજ સમાચાર

♦ શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી તેના સાળાએ પણ નાણાં ખંખેર્યા : ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી 

રાજકોટ. તા.14 
થગોંડલના પ્રમુખનગરમાં રહેતા યુવાનને ડરાવી-ધમકાવી અગાઉ સાથે નોકરી કરતા શખ્સ અને તેના સાળાએ રૂ. 4.01 લાખની ખંડણી પડાવી લીધી હતી. નોકરીમાંથી કાઢી મુક્યાનો ખાર રાખી હું તારી માતા અને બહેનને ઉઠાવી લઈશ કહી બેલડીએ નાણાં પડાવ્યા હતા.

બાદમાં શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી શબ્બીરના સાળાએ ખંડણી પડાવવાનું ચાલુ રાખતા અંતે યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકે ખંડણી સહીતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવી હતી. 

બનાવ અંગે મૂળ જૂનાગઢના માખીયાળા ગામના વતની અને હાલ ગોંડલના આશાપુરા ચોકડી નજીક પ્રમુખનગરમાં રહેતા 28 વર્ષીય યુવાન સંદીપભાઈ કાનજીભાઇ રેવરે આરોપી તરીકે શબ્બીર સુમરા અને તેનો સાળો (બંને રહે.જુનાગઢ)નું નામ આપી જણાવ્યુ હતું કે, તે ભરૂડી ગામ પાસે આવેલ ઓરસન ટેકનોકાસ્ટ નામની કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. તે કંપનીમાં નોકરીએ લાગેલ ત્યારે સાથે શબ્બીર સુમરા પણ આ કંપનીમાં નોકરી કરતો હતો. 

બે વર્ષ પહેલા ફેટલીંક ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો અને તેની નીચે ફેટલીંગ સુપરવાઇઝર તરીકે શબ્બીર સુમરા નોકરી કરતો હતો. શેઠને તેઓનું  કામ બરાબર ન લાગતા કંપનીમાંથી છુટા કરી દિધેલ હતા. છ મહિના સુધી બીજી કંપનીમા નોકરી કરી હતી. બાદ ઓરસન કંપનીએ યુવકને ફરી નોકરી પર રાખી લીધેલ હતો પણ કંપનીએ શબીર સુમરાને નોકરી પર રાખેલ નહિ. 

આઠ માસ પહેલા શબીર સુમરાએ ફોનમાં વાતચીત કરવાનુ શરૂ કરી કહેલ કે, તુ તારી રીતે પાછો કંપનીમા લાગી ગયેલ છો અને તે જ મને કંપનીમાંથી કઢાવી નાખેલ છે. હવે હુ તારી જીંદગી બગાડી નાખીશ.

બાદ તે અવાર નવાર ફોન કરી ધમકાવતો અને તારી મમ્મી અને બહેનને ઉપાડી લઇશ તેવી ધમકીઓ આપતો હતો. તા.31/01 ના  ફોન કરીને શબીરના સાળાએ કહેલ કે, મારા બનેવી શબીરભાઈએ તારા લીધે દવા પી લીધેલ છે, કંઈ થશે તો તારુ નામ હુ આપી દઇશ તેમ કહી ધમકાવી  રૂ.50 હજારની માંગણી કરેલ હતી. 

યુવકે ભયમાં આવી શબ્બીરને કટકે કટકે કુલ રૂ.2.91 લાખ ગુગલ પે દ્વારા નાખેલ હતા. 
શબ્બીર અવાર નવાર તારી બહેન અને માતાને ઉપાડી લઈશ કહી ધમકાવતો હોય જેથી પૈસા મોકલતો હતો. શબ્બીરએ ગઇ તા. 3 ના કંપની પાસે બોલાવી યુવક પાસેથી રોકડા રૂ.45 હજાર લઇ લીધેલ હતા. ત્રીજા મહીનામાં ડરાવી ધમકાવી કંપની નજીક રોડ ઉપર રૂ.50 હજાર, યુવકના લગ્ન થયેલ તે વખતે જુનાગઢ ગયેલો તે વખતે રૂ.15 હજાર પડાવી લીધેલ હતા.

શબ્બીર સુમરા તથા તેના સાળાએ મળી શબ્બીરભાઇ પોતે દવા પીને મરી જાશે અને મારૂ નામ લખતો જાશે તેવી ધમકી આપી ડરાવી ઘમકાવી બળજબરીથી રૂ.4.01 લાખ પડાવી લીધેલ હતા. વધુમાં શબ્બીર સુમરાના સાળાએ મને ફોન કરીને ધમકાવેલ કે, આ વાત કોઇને કહીશ અથવા પોલીસ કેસ કરીશ તો અમારા માણસો તને ઉપાડી લેશે અને જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ હતી. 

બંને શખ્સોએ અવાર નવાર ભય બતાવી ધમકાવીને યુવાન પાસેથી લાખોની રકમ પડાવી લીધા બાદ પણ સતત ધમકીઓ આપતાં અંતે યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખંડણી સહીતની કલમો હેઠળ શબ્બીર સુમરા અને તેના સાળા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj