(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.14
જામજોધપુરના પોલીસે હોથીજી ખડબા ગામે કાળેશ્ર્વર મહાદેવ મંદિર નજીક વડના ઝાડ નીચે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આનંદભાઈ ખીમજીભાઈ ડાંગર, દીવ્યેશભાઈ સવદાસભાઈ બારડ, સુરેશભાઈ જગાભાઈ ડાંગર, કમલેશપરી લાલપરી ગોસ્વામી અને મહેશભાઈ સોમાભાઈ કરંગીયા સહિત 5 શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.
પોલીસે સ્થળ પરથી રૂા.10540 રોકડ અને ગંજીપાના જપ્ત કર્યા હતા. પાંચેય સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy