વેરાવળ, તા.14
વેરાવળ માં રેયોન હાઉસિંગ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી 14 જુગારીઓને રોકડા 42,200 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળ સીટી પીઆઈ જે.એન.ગઢવી ની સૂચના મુજબ પો.હે.કો. પ્રદિપસિંહ વાલાભાઇ ખેર, મયુરભાઈ વિક્રમભાઇ સોલંકી, કાનજીભાઇ હમીરભાઇ મોરી, પો.કો.વિનયસિંગ ગીગાભાઇ મોરી, દિપકભાઇ બાબુભાઇ અખીયા, મયુરસિંહ માડાભાઇ ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે દિપક દેવજીભાઇ બાંડીયા રહે.વેરાવળ, રેયોન હાઉસિંગ બિલ્ડીંગ નં.03 બ્લોક નં.-3030માં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી તીન પતી રોન જુગાર રમી રમાડવાની સગવડતા પુરી પાડતા હોવાની હકીકતના આધારે રેઇડ કરતા 1- દિપક દેવજીભાઇ બાંડીયા, 2-વિજય ભાસ્કર મકાસરે, 3-જીતેન્દ્ર પરષોતમભાઈ ચૌહાણ, 4-શેરે દાદુ રતન, 5-નંદુ બલીરામ કાળે, 6-ગોવિંદ વિષ્ણુપંત ઉગલે, 7-કુમાર અય્યાસ્વામી પિલાઈ, 8-જતીન વિનોદભાઈ ચાવડા, 9-અજય દામજીભાઈ દુસારા, 10-કાશીનાથ અંબાદાસ હોનરાવ, 11-જીતેન્દ્ર છગનલાલ મેણીયા, 12-જીમીશ ગોરધનભાઈ પાઠક, 13-જલજ જગદિશચન્દ્ર જોષી, 14-નરેન્દ્રભાઇ રવજીભાઇ જેઠવા રહે.બધા વેરાવળ વાળાને રોકડ રૂ.42,200 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy