જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા 14
મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ રોમર એસ્ટેટ પ્રમુખ સ્ટીલ નામના ગોડાઉનની ઓફિસ પાસેથી બાઈકની ચોરીના આ ગુનામાં એલસીબીની ટીમ દ્વારા સમર્પણ હોસ્પિટલ નજીકથી ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે.
મૂળ પીપળી ગામના અને હાલમાં આલાપ પાર્ક સોસાયટી બ્લોક નંબર 212 ખાતે રહેતા દેવજીભાઈ અમરશીભાઈ જેઠલોજા (60) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની સામેના ભાગમાં રોમર એસ્ટેટ પ્રમુખ સ્ટીલ નામના ગોડાઉનની ઓફિસ પાસે ફરિયાદીના ભત્રીજા પ્રદીપભાઈ જેઠલોજા રહે. જ્યોતિ પાર્ક રવાપર પોતાનું બાઈક નંબર જીજે 3 એફઆર 9809 પાર્ક કરીને મૂક્યું હતું જે 30,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની વૃધ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં ચોરાઉ બાઈક સાથે આરોપી ગૌતમ મગનભાઈ બોચિયા (28) રહે. ઇન્દિરાનગર પકડીને બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy