નિવૃત રેલ્વે કર્મી સાથે રૂ.3.58 લાખનું સાયબર ફ્રોડ, OTP મેળવી ગઠિયાનું કારસ્તાન

Crime | Rajkot | 14 September, 2026 | 11:58 AM
♦ હું એસબીઆઈ બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છુ, તમે બેંકની યુનો એપ વાપરતા નથી, તેમા લોનની ઓફર છે કહીં એપ ડાઉનલોડ કરાવી એટીએમના પાસવર્ડ અને ઓટીપી મેળવી લીધાં
સાંજ સમાચાર

♦ રૂ.7.10 લાખની પર્સનલ લોન લઈ રૂપીયા ઉપાડી લીધાં, પુત્રને જાણ થતા અન્ય રકમ બચી ગઈ, ગોંડલ પોલીસે તપાસ આદરી

રાજકોટ. તા.14
ગોંડલના નિવૃત રેલ્વે કર્મી સાથે રૂ.3.58 લાખના ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. હું એસબીઆઈ બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છુ,  તમે બેંકની યુનો એપ વાપરતા નથી, તેમા લોનની ઓફર છે કહીં એપ ડાઉનલોડ કરાવી એટીએમના પાસવર્ડ અને ઓટીપી મેળવી લીધાં હતાં.

બાદ ગઠિયાએ રૂ.7.10 લાખની પર્સનલ લોન લઈ રૂપીયા ઉપાડી લીધાં હતાં. દરમિયાન વૃધ્ધના પુત્રને જાણ થતા અન્ય રકમ બચી ગઈ હતી. જે મામલે ગોંડલ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

બનાવ અંગે ગોંડલમાં ઉમવાળા પાણીના સંપની બાજુમા ગોકુલ વાટીકા સોસાયટીમાં રહેતાં અતુલકુમાર જમનાદાસ બોસમીયા (ઉ.વ.67) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એસબીઆઈ બેંક કર્મીની ખોટી ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સહિતનાનું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રેલ્વેમા નોકરી કરતાં અને હાલ નિવૃત જીવન ગાળે છે. 

ગઇ તા.03 ના સવારના આશરે સાડા દસેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે તેમને ફોન આવેલ અને હિન્દી ભાષામાં જણાવેલ કે, હું એસ.બી.આઇ. બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છુ,  તમે બેંકની યુનો એપ વાપરતા નથી, તમને તેમા લોનની ઓફર છે, જેથી તમારા વોટસએપમાં યુનો એપ મોકલેલ છે. જેથી વૃધ્ધે ચાલુ ફોને વોટસએપ ખોલી જોતા મોબાઇલ નં.8235411022 ઉપર થી એસબીઆઇના લોગા વાળી એ.પી.કે. ફાઇલ મોકલેલ અને તેના વોટસએપ પ્રોફાઇલ ઉપર પણ એસબીઆઈનો લોગો હતો.

જેથી વિશ્વાસમાં આવી જઈ એ.પી.કે. ફાઈલ ઉપર ક્લીક કરી યોનો એપ ઇન્સટોલ કરેલ અને આ યુનો એપ ઇન્સટોલ કરાવ્યા બાદ સામે વાળાએ એટીએમ કાર્ડના છેલ્લા છ આંકડા તથા પીન માંગતા તે નંબર આપતા મોબાઇલમાં એક ઓટીપી આવેલ જે ઓટીપી પણ આપેલ અને તે ઓટીપી નંબર આપતાની સાથે જ ફોન કટ થઇ ગયેલ હતો.

બાદ સાંજના રાજકોટ ખાતે રહેતા નાના દિકરા હેમાંગે મોટા દિકરા આનંદને ફોન કરી ફરિયાદીનો મોબાઇલ ફોન ચેક કરવાનું કહીં જણાવેલ કે, પપ્પાના એસબીઆઈ બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશનથી આશરે રૂ.3,58,050 કોઇ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે.

બાદ મોટા દિકરા આનંદે એસબીઆઈ બેંકના હેલ્પ લાઇન નંબર ઉપર ફોન કરી એકાઉન્ટમાંથી થયેલ ટ્રાન્જેકશનની માહિતી માંગતા હેલ્પ ડેસ્ક તરફથી જાણવા મળેલ કે, ફરીયાદીના બેંક એકાઉન્ટમાં રૂ.7.10 લાખની પર્શનલ લોન કરી જે ખાતામાં જમા થયેલ પર્શનલ લોનમાંથી અલગ અલગ નાના મોટા ટ્રાન્જેકશનથી કુલ રૂ.3,58,050 તેમાંથી સાયબર ગઠિયાએ ઉપાડી લઈ ફ્રોડ આચર્યું હતું.

જે બાદ તેઓએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર કમ્પલેન ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સોર્સના આધારે તપાસ આદરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj