(આશિષ પોપટ) માધવપુર તા.14
માધવપુર પોલીસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મ મામલે પોક્સો હેઠળ ગુનો દાખલ થતાં દુષ્કર્મ આચરનાર આરોપી અલ્પેશ ડાયા માવદીયાને માધવપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. માધવપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે.
વિગતો મુજબ, 16 વર્ષની એક સગીરા જ્યારે સ્કૂલના સમયે જઈ રહી હતી, ત્યારે આરોપી અલ્પેશ ડાયા માવદીયાએ તેને લલચાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં પોતાના રૂમમાં સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગત ફરિયાદમાં સામે આવી છે.
ઘટના અંગે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. માધવપુરના પી.આઈ. ડી.ડી. ચૌહાણ અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અલ્પેશ ડાયા માવદીયાને દબોચી લીધો છે.
પોલીસે આરોપી વિરૂદ્ધ સગીરા પર અત્યાચાર ગુજારવા બદલ પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy