શેરબજાર તથા સોના - ચાંદી ધડામ : ડોલર સામે રૂપિયો વધુ તૂટયો

India, Business | 11 September, 2026 | 11:27 AM
> સેન્સેકસમાં 700 પોઈન્ટનો કડાકો : તમામ શેરોમાં ગભરાટભરી વેચવાલી
સાંજ સમાચાર

> સોનામાં 3000 તથા ચાંદીમાં 11000નું ગાબડુ : રૂપિયો 28 પૈસા ગગડયો

રાજકોટ તા.11
મધ્ય પૂર્વના યુધ્ધ, ભારતમાં વરસાદી ખેંચથી અછતના ઓછાયા સહિતના કારણોસર શેર બજારમાં મંદીનો દોર સતત આગળ ધપતો હોય આજે વધુ કડાકો સર્જાયો હતો. સોના ચાંદી પણ ધડામ થયા હતા. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ ગગડયો હતો.

શેરબજારમાં આજે માનસ મંદીનું બની રહ્યું હતું. ઈરાને જોર્ડન બાદ બહેરીન પર ખતરનાક હુમલો કરીને અમેરીકી નેવી મથકનો કચ્ચરઘાણ કાઢતા મધ્ય પૂર્વનું યુધ્ધ વધુ ગંભીર બનવાના એંધાણથી ગભરાટ સર્જાયો હતો.

આ સિવાય ક્રુડ તેલનો ભાવ 108 ડોલરને વટાવી જતા તથા ડોલર સામે રૂપિયામાં વધુ કડાકો સર્જાતા ભારતીય અર્થતંત્રને માર પડવાની ભીતિ વ્યકત થતી હતી. ભારતમાં ચોમાસુ હજુ સક્રિય થતુ ન હોવાના કારણે વરસાદની ખાધ વધી ગઈ છે.

કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડવા સાથે અછતની સ્થિતિ સર્જાવાના કારણે પણ તેજી આડે ખચકાટ રહ્યો હતો. નાણા સંસ્થાઓની વેચવાલી તથા મોટી સંખ્યામાં આઈપીઓને કારણે નાણા ખેંચવાની ગણતરીથી પણ સાવધાની રાખવામાં આવતી હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે અનિશ્ચિત માહોલના કારણે માર્કેટમાં નવી લેવાલીમાં સાવધાની રાખવામાં આવી રહી છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ઘટાડો હતો. રોકડામાં વેચવાલીનું દબાણ વધુ હતું. ઓએનજીસી, ટેક મહિન્દ્રા ઓઈલ ઈન્ડીયા, ટીસીએસ, વોડાફોન જેવા કેટલાક શેરો મજબૂત હતા જયારે નેલ્કો, ગોદરેજ પ્રોપર્ટી, કોચીંગ સીપ યાર્ડ, હિન્દુસ્તાન ઝીંક, લોધા ડેવલપર્સ, એચડીએફસી બેંક, બીએસઈ, ટાટા સ્ટીલ, સુઝલોન, યશ બેંક, પેટીએમ, એસીસી, પતંજલી, ટાટા કેપીટલ જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 644 પોઈન્ટ ગગડીને 74257 હતો. જે ઉંચામાં 74354 તથા નીચામાં 74160 હતો. નીફટી 224 પોઈન્ટ ઘટીને 23253 હતો. જે ઉંચામાં 23277 તથા નીચામાં 23231 હતો.

સોના ચાંદી પણ ધડાંગ થયા હતા. વિશ્વ બજારમાં સોનુ 4304 ડોલર થયું હતું. લોકલ વાયદામાં વધુ 1437ના ઘટાડાથી 150904 હતું. ચાંદી વાયદામાં 3300 ઘટીને 230795 હતું.  કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 28 પૈસાના ઘટાડાથી 95.72 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj