રાજકોટ, તા.2
મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે ફરી નવા પ્રચંડ હુમલા વચ્ચે મહાયુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ધડામ થયુ હતું જયારે ક્રુડતેલ સળગ્યુ હતું અને 97 ડોલરની નજીક પહોંચ્યુ હતું.
મધ્યપુર્વના ઘટનાક્રમ વચ્ચે શેરબજારમાં શરૂઆત જ ગેપડાઉન હતી. વેચવાલીના મારા હેઠળ તમામ શેરો નીચે સરકતા રહ્યા હતા. યુદ્ધથી ક્રુડ ઉંચકાતા ભારતીય અર્થતંત્રને ફટકો પડવા, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના સંજોગોમાં મોંઘવારીનું નવુ ચકકર શરૂ થવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 543 પોઈન્ટના ઉછાળાથી 76401 હતો તે ઉંચામાં 76521 તથા નીચામાં 76135 હતો. નિફટી 191 પોઈન્ટના ઉછાળાથી 23864 હતો તે ઉંચામાં 23882 તથા નીચામાં 23786 હતો.
ફરી એક વખત ઈરાન અમેરિકા વચ્ચે વધુ ભીષણ યુદ્ધ છેડાતા જ એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં બે્રન્ટ ક્રુડના ભાવ 97 ડોલર જેવી ઉંચી સપાટી પર પહોંચી ગયુ છે અને હવે તે 100 ડોલરની સપાટી પણ તોડે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે તો ગઈકાલે રાત્રીથી અમેરિકાએ હુમલા ચાલુ કરતા જ ભારત સહિતના વિશ્વના શેર બજારમાં કડાકા શરૂ થયા છે.
અગાઉ પણ ક્રુડતેલ યુદ્ધ ફરી વધશે તેવા ભયે વધેલુ હતું અને આજે તેમાં 2%નો વધારો થતા તે 97 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયુ છે. ક્રુડતેલનો પુરવઠો તથા સપ્લાય નેટવર્કને હાલમાં જ ગોઠવાતુ હતું તે ફરી તુટી પડશે. ભારતમાં બાસ્કેટનું બે્રન્ટ ક્રુડ તો 99 ડોલર સુધી કુદકો માર્યો હતો તેથી હવે વધુ યુદ્ધ 100 ડોલરની સપાટીને તોડીને આગળ વધે તેવો ભય છે.
વૈશ્વિક એજન્સી જેપી મોર્ગનના જણાવ્યા મુજબ યુદ્ધના દરેક વધારાના મહિનાથી બે્રન્ટ ક્રુડ 7-8 ડોલર વધુ મોડુ થશે અને 114 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે તો ગોલ્ડમેન સ્નેચ તો 120 ડોલર સુધીની આગાહી કરાઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy