નવી દિલ્હી, તા.31
જંતર-મંતર પર આંદોલન દરમિયાન સીજેપીએ કરેલી છાત્રો સામેના કેસ પાછા ખેંચવા, નીટ પરીક્ષામાં આત્મહત્યા કરનાર છાત્રોના પરિવારને એક કરોડ રૂપિયા આપવા સહિતની માંગને કેન્દ્ર સરકારે પોતાના વાયદા મુજબ અમલ ન કરતા સીજેપી (કોકરોચ જનતા પાર્ટી)એ 5મી સપ્ટેમ્બરે માર્ચનું એલાન આપ્યું છે.
જેને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થતા સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી હતી કે કાયદો વ્યવસ્થા જાળવવી પ્રશાસનનું કામ છે. સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું કે હાલ કોઈ એવું મજબૂત કારણ નથી કે જેથી અપ્રિય ઘટનાની આશંકા વ્યક્ત કરી શકાય.
અરજદારે 5 સપ્ટેમ્બરે લુટિયન્સ દિલ્હીમાં પ્રસ્તાવિત માર્ચને 12-13 સપ્ટેમ્બરે યોજાનાર બ્રિકસ શિખર સંમેલન સુધી રોકવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હજુ નિવૃત પોલીસ અધિકારીના વકીલ ડો. રિઝવાને કહ્યું હતું કે પ્રદર્શન કરવું દરેક નાગરિકનો અધિકાર છે પણ માર્ચ-પ્રદર્શન માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
જો કે, સીજેઆઈ જસ્ટીસ સૂર્યકાંતે અરજી ફગાવી સાફ સંભળાવી દીધું હતું કે કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પ્રશાસનની છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy