◙ સોનુ - ચાંદી પણ નીચા મથાળેથી વધ્યા : ડોલર સામે રૂપિયામાં વધુ 18 પૈસાનો ઘટાડો
રાજકોટ તા.11
મધ્ય પૂર્વના યુધ્ધ, ભારતમાં વરસાદી ખેંચથી અછતના ઓછાયા સહિતના કારણોસર શેર બજારમાં મંદીનો દોર સતત આગળ ધપતો હોય આજે વધુ કડાકો સર્જાયો હતો. જોકે બપોરે જોરદાર રીકવરી આવી ગઈ હતી. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ ગગડયો હતો.
શેરબજારમાં આજે માનસ મંદીનું બની રહ્યું હતું. ઈરાને જોર્ડન બાદ બહેરીન પર ખતરનાક હુમલો કરીને અમેરીકી નેવી મથકનો કચ્ચરઘાણ કાઢતા મધ્ય પૂર્વનું યુધ્ધ વધુ ગંભીર બનવાના એંધાણથી ગભરાટ સર્જાયો હતો. આ સિવાય ક્રુડ તેલનો ભાવ 108 ડોલરને વટાવી જતા તથા ડોલર સામે રૂપિયામાં વધુ કડાકો સર્જાતા ભારતીય અર્થતંત્રને માર પડવાની ભીતિ વ્યકત થતી હતી.
ભારતમાં ચોમાસુ હજુ સક્રિય થતુ ન હોવાના કારણે વરસાદની ખાધ વધી ગઈ છે. કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડવા સાથે અછતની સ્થિતિ સર્જાવાના કારણે પણ તેજી આડે ખચકાટ રહ્યો હતો. નાણા સંસ્થાઓની વેચવાલી તથા મોટી સંખ્યામાં આઈપીઓને કારણે નાણા ખેંચવાની ગણતરીથી પણ સાવધાની રાખવામાં આવતી હતી.
વેચવાલીના માહોલ વચ્ચે બપોરે એકાએક રીકવરી શરૂ થઈ હતી. ખાસ કરીને લોકલ ફંડોની જોરદાર લેવાલી શરૂ થતા માર્કેટ રીકવર થવા લાગ્યું હતું. ખા કરીને બેંક શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે અનિશ્ચિત માહોલના કારણે માર્કેટમાં નવી લેવાલીમાં સાવધાની રાખવામાં આવી રહી છે.
શેરબજારમાં આજે યશ બેંક, પેટીએમ, વારી એનર્જી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, વોડાફોન, લોરસ લેબ., ફીનોલેક કેબલ, ધુત ટ્રાન્સમીશન, ટાટા કેપીટલમાં સુધારો હતો જયારે કોચીન સીપયાર્ડ, ગોદરેજ પ્રોપર્ટી, લોધા ડેવલપર્સ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, બીએસસી, રીલાયન્સ, સુઝલોન, ટાટા સ્ટીલ, ચેન્નઈ પેટ્રો, બીકાજી ફુડ, પતંજલી વગેરે તૂટયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 33 પોઈન્ટ ઘટીને 74868 હતો. જે ઉંચામાં 74889 તથા નીચામાં 74160 હતો. નીફટી 47 પોઈન્ટ ઘટીને 23430 હતો. જે ઉંચામાં 23448 તથા નીચામાં 23231 હતો.
સોના ચાંદી પણ ધડાંગ થયા હતા. વિશ્વ બજારમાં સોનુ 4304 ડોલર થઈને 4348 ડોલર થયું હતું. વાયદામાં સોનુ 150695 થઈને 152360 હતું. ચાંદી નીચામાં 230270 થઈને 233665 હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 28 પૈસાના ઘટાડાથી 95.72 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy