મ્યુચ્યુઅલ ફંડોમાં સતત 66મા મહિને નવુ રોકાણ ઠલવાયુ

India, Business | 11 September, 2026 | 05:01 PM
ઓગષ્ટમાં 29329 કરોડનું વધારાનુ રોકાણ: લાર્જકેપ કરતા મીડકેપ-સ્મોલકેપ તરફ વધુ ઝોક
સાંજ સમાચાર

મુંબઈ તા.11
શેરબજાર કેટલાંક દિવસોથી મંદીમાં ધકેલાયુ છે. એકધારા ઘટાડાથી ઈન્વેસ્ટરોમાં ગભરાટ છે. ઈન્વેસ્ટરો સીધી ખરીદીમાં સાવચેતી રાખી રહ્યા છે છતાં મ્યુચ્યુઅલ ફંડ મારફત રોકાણ સતત વધી જ રહ્યું છે. ઓગષ્ટ મહિનામાં ઈકવીટી મ્યુચ્યુઅલફંડમાં રોકાણ 19 ટકા વધ્યુ હતું. નવા 29329 કરોડ રૂપિયા તેમાં ઠલવાયા હતા. જયારે એસઆઈપીમાં રોકાણ 32297 કરોડના વધારા સાથે સર્વોચ્ચસ્તરે પહોંચ્યુ હતું.

મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટરોએ સતત 66મા મહિને નાણાં ઠાલવ્યા હતા અર્થાત પોઝીટીવ ઈન્ફલો રહ્યો હતો. ફીકસ્ડ ઈન્કમ કેટેગરી મ્યુચ્યુઅલ ફંડમાં ઓગષ્ટ મહિનામાં નેટ 8711 કરોડ પાછા ખેંચાયા હતા. જુલાઈ મહિનામાં 1.87 લાખ કરોડ ઠલવાયા હતા. આ મહિનામાં નવા 66.4 લાખ એસઆઈપી ખાતા ઉમેરાયા હતા અને 54 લાખ ખાતા બંધ થયા હતા. ખાતા બંધ થવાનો રેશિયો 81.9 ટકાથી ઘટીને 81.1 ટકા એ પહોંચ્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડમાં કુલ એસેટ અંડર મેનેજમેન્ટ વધીને 87.07 લાખ કરોડ થયુ હતુ. જુલાઈના 85.75 લાખ કરોડ કરતા 1.5 ટકા વધુ છે.ઈકવીટી મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ 14962 કરોડ મીડકેપ અને સ્મોલકેપ ફંડમાં ઠલવાયા હતા. જુલાઈ મહિનામાં આ આંકડો 13960 કરોડ હતો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મીડકેપ-સ્મોલકેપ ક્ષેત્ર તરફ ઈન્વેસ્ટરોનો ઝોક વધુ છે. આ સિવાય ફલેક્ષીકેપ ફંડમાં 5059 કરોડ ઠલવાયા હતા.

જે જુલાઈના 4709 કરોડ કરતા વધુ હતા. મલ્ટીકેપ ફંડમાં જુલાઈમાં 3227 કરોડનુ રોકાણ હતુ તે ઓગષ્ટમાં વધીને 3732 કરોડ થયુ છે. આંકડાકીય રિપોર્ટ પ્રમાણે લાર્જકેપ ફંડમાંથી 1147 કરોડ પાછા ખેંચાયા હતા. લાર્જકેપ શેરોમાં ખાસ રિટર્ન ન હોવાથી આ સ્થિતિ સર્જાયાનુ મનાય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj