બ્રેન્ટ ક્રુડનો ભાવ ફરી 92 ડોલરને પાર

શેરબજારમાં રોકડાના શેરો પટકાયા : સોનામાં વધુ 1800, ચાંદીમાં 4200 તૂટયા

India, Business | 01 September, 2026 | 04:05 PM
સેન્સેકસમાં 270 પોઈન્ટ જયારે મીડકેપ નિફટીમાં 1100 પોઈન્ટનો કડાકો : ટીબીઝેડ, આઈટીસી જેવા શેરોમાં ઉછાળો
સાંજ સમાચાર

રાજકોટ તા.1
શેરબજાર મંદીમાં ધકેલાઈ ગયુ હોય તેમ વધુને વધુ નીચે સરકી રહ્યું છે. આજે સેન્સેકસમાં વધુ 175 પોઈન્ટનુ ગાબડુ પડયુ હતું. સોના-ચાંદી પણ તૂટયા હતા. બીજી તરફ ક્રુડતેલમાં ઉછાળો હતો.

શેરબજારમાં બપોર સુધી તેજીનો ધમધમાટ રહ્યા બાદ એકાએક વેચવાલીના મારાથી રેડઝોનમાં સરકી ગયુ હતું. વિશ્વબજારોની મંદી, મધ્યપુર્વના ટેન્શન, મોંઘવારીનો પડકાર જેવા કારણોની નેગેટીવ અસર હતી.

ભારતનો આર્થિક વૃદ્ધિદર ટનાટન આવવા છતાં તેનો પ્રભાવ લાંબો વખત જળવાઈ શકયો ન હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અર્થતંત્રનુ ગુલાબી ચિત્ર માર્કેટને આકર્ષી શકયુ નથી. વૈશ્વિક ઘટનાક્રમોનો જ પ્રત્યાઘાત છે. ક્રુડમાં વધુ ઉછાળાએ દબાણ વધાર્યુ હતું. ટુંકાગાળામાં અનિશ્ચિતતાનો માહાલ દુર થાય તેમ નથી.

શેરબજારમાં આજે આઈટીસી, એચસીએલ ટેકનો, અદાણી પોર્ટ, રિલાયન્સ, ભારતી એરટેલ, અદાણી પાવર, વેલસ્પન, બજાજ ઓટો, કલ્યાણી ફોર્જ, ત્રિભોવનદાસ ભિમજી જેવા શેરોમાં ઉછાળો હતો.

પોલીકેબ, પેટીએમ, શ્રીરામ ફાઈનાન્સ, કલ્યાણ જવેલર્સ, એચડીએફસી બેંક, એથર એનર્જી, અદાણી એનર્જી, વોડાફોન, યસબેંક, ટાટા સ્ટીલ, રેલવિકાસ, શ્યામ ટેલી જેવા શેરોમાં ગાબડા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 240 પોઈન્ટના ઘટાડાથી 76717 હતો તે ઉંચામાં 77231 તથા નીચામાં 23686 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 127 પોઈન્ટના ઘટાડાથી 23972 હતો ઉંચામાં 24143 તથા નીચામાં 23961 હતો. રોકડાના શેરોમાં કડાકો હતો. મીડકેપ નિફટી 1000 પોઈન્ટથી તૂટયો હતો.

સોના-ચાંદીમાં પણ વધુ ગાબડા પડયા હતા. વિશ્વબજારમાં સોનુ ગગડીને 4386 ડોલર હતું. લોકલ માર્કેટમાં હાજર સોનુ 1800 તુટીને 158100 હતુ. વાયદામાં 1600 તુટીને 152850 હતુ. હાજર ચાંદી 4200ના ઘટાડાથી 239500 હતી. વાયદામાં 2000ના ઘટાડાથી 231750 હતી. બીજી તરફ ક્રુડતેલમાં વધુ તેજી થઈ હતી. ડબલ્યુટીઆઈ ક્રુડ 87.46 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 92.13 ડોલર હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj