ક્રુડ તેલ 102 ડોલર : સેન્સેકસ તથા રૂપિયો વધુ ગગડયા

India, Business | 10 September, 2026 | 05:01 PM
શેરબજાર ગ્રીન ઝોનમાંથી ફરી મંદીમાં પટકાયું : રૂપિયો 31 પૈસા તૂટયો : ચાંદીમાં 2900નું ગાબડુ
સાંજ સમાચાર

રાજકોટ, તા.10
શેરબજાર, સોના-ચાંદી તથા કરન્સી માર્કેટમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો જયારે બ્રેન્ટ ક્રુડનો ભાવ 102 ડોલરની સપાટીને વટાવી ગયો હતો. 
શેરબજારમાં આજે સાવચેતીના ટોને થઇ હતી. યુધ્ધમાં નવા નવા ઘટનાક્રમ, ક્રુડમાં તેજી, રૂપિયાની મંદી, વરસાદની ગેરહાજરીથી અછતના ઓછાયા, મોંઘવારી ભડકવાના એંધાણ સહિતના કારણોથી ખચકાટ યથાવત હતો. નવી લેવાલીમાં સાવધાની રાખવામાં આવતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વૈશ્વિક પરીબળો નવા નવા વળાંક લઇ રહ્યા છે.

યુધ્ધ સિવાય અમેરિકી વિઝા નીતિ, ટેરીફ વોર જેવા કારણો પણ અસરકર્તા સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં માહોલ અનિશ્ર્ચિત જ છે. ચિત્ર સ્પષ્ટ ન થાય  ત્યાં સુધી ટ્રેન્ડ કલીયર ન થવાનું માનવામાં આવી રહ્યું છે. 

શેરબજારમાં આજે ફોર્સ મોટર્સ, એથર એનર્જી, બ્લુસ્ટાર,મન્નાપુરમ્, એચડીએફસી બેંક, કેનેરા બેંક, ફિનોલેકસ કેબલ, વેલ્સપન, ચેન્નઇ પેટ્રોલિયમ, ટાટા કેપીટલ જેવા શેરોમાં સુધારો હતો જયારે વોડાફોન, યુનિયન બેંક, ડિકસોન ટેકનોલોજી, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, યસ બેંક, સુઝલોન, બ્રીટાનીયા, ફાયઝર, પતંજલી જેવા શેરોમાં ઘટાડો હતો. 

મુંબઇ શેરબજારનો સેન્સેકસ ર8 પોઇન્ટના ઘટાડાથી 74734 હતો જે ઉંચામાં 74910 તથા નીચામાં 74665 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 9 પોઇન્ટ ઘટીને 23421 હતો જે ઉંચામાં 23494 તથા નીચામાં 23397 હતો. સોના-ચાંદીમાં પણ મંદીનો આંચકો હતો. વિશ્વ બજારમાં સોનુ 4193 ડોલર હતું. લોકલ વાયદામાં 180 રૂપિયા ઘટીને 1,53,580 હતું. ચાંદી 2900 રૂપિયા ઘટીને 2,41,ર88 હતી. 

કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ પટકાયો હતો અને 31 પૈસાના ગાબડાથી 9પ.43 સાંપડયો હતો જયારે ક્રુડ તેલ માર્કેટ સતત તેજીમાં હોય તેમ ડબલ્યુટીઆઇ ક્રુડ 97.49 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 10ર.38 ડોલર સાંપડયું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj