મુંબઈઃ
બજાર નિયામક SEBI (સેબી) એ ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ, ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) અને બજારના સમયમાં ફેરફાર કરવા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બિઝનેસ સ્ટેન્ડર્ડના અહેવાલ મુજબ સેબી દ્વારા પ્રસ્તાવિત મુખ્ય ફેરફારો નીચે મુજબ છેઃજેમાં 1. ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ કિંમત એક્સપાયરીના દિવસે ઇન્ડેક્સ અને સ્ટોક ડેરિવેટિવ્ઝની સેટલમેન્ટ કિંમત નક્કી કરવા માટે 2 વિકલ્પો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છેઃ
વિકલ્પ 1ઃ છેલ્લા 30 મિનિટના ક્નટીન્યુઅસ ટ્રેડિંગ સેશન (CTS) અને 10 મિનિટના CAS સેશન બંનેના ટ્રેડ્સને ધ્યાનમાં રાખીને સેટલમેન્ટ પ્રાઇસ નક્કી કરવી.
વિકલ્પ 2ઃ ઓછામાં ઓછા એક વર્ષ માટે માત્ર CTS ટ્રેડ્સ પર આધારિત પદ્ધતિ ચાલુ રાખવી, અને ત્યારબાદ ઈઅજ ના ડેટા ઉમેરવા. જયારે બજાર સમય માટે બે અલગ-અલગ સુચનો આપવામાં આવ્યા છેઃ
ઓપ્શન A
શેરોમાં ક્નટીન્યુઅસ ટ્રેડિંગ બપોરે 3ઃ30 વાગ્યા સુધી ચાલશે.
ત્યારબાદ CAS સેશન 3ઃ31 થી 3ઃ40 વાગ્યા સુધી યોજાશે.
ડેરિવેટિવ્ઝ (F&O) ટ્રેડિંગ બપોરે 3ઃ45 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ઓપ્શન B
શેરોનું ક્નટીન્યુઅસ ટ્રેડિંગ બપોરે 3ઃ15 વાગ્યે બંધ થશે.
CAS સેશન 3ઃ15 થી 3ઃ25 વાગ્યા સુધી ચાલશે.
F&O ટ્રેડિંગ બપોરે 3ઃ30 વાગ્યે પૂર્ણ થશે.
ઇન્ડિકેટિવ ઇન્ડેક્સ વેલ્યુ (IIV) બંધ કરવીઃ CAS દરમિયાન દર્શાવવામાં આવતી ઇન્ડિકેટિવ ઇન્ડેક્સ વેલ્યુ બંધ કરવાનો પ્રસ્તાવ છે, જેથી રોકાણકારોમાં કોઈ ભ્રમ ન રહે.
ટ્રાન્ઝિશન સમય ઘટાડવોઃ ક્નટીન્યુઅસ ટ્રેડિંગથી CAS વચ્ચેનો ટ્રાન્ઝિશન સમય 5 મિનિટથી ઘટાડીને 1 મિનિટ કરવાનો પ્રસ્તાવ છે.
પોસ્ટ-CAS FO વિન્ડોઃ CAS પછીનો F&O ટ્રેડિંગ સમય 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવાનો સુઝાવ છે. લિમિટ ઓર્ડર રદ કરવા પર મર્યાદાઃ ઓર્ડર સબમિટ થયા પછી રેફરન્સ પ્રાઇસના +/- 1% ની બહાર રહેલા લિમિટ ઓર્ડર રદ કરવાની મંજૂરી મળશે નહીં, માત્ર કિંમતમાં સુધારો કરી શકાશે
સેબી (SEBI) દ્વારા તાજેતરમાં ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) શરૂ કરવામાં આવ્યા બાદ બજારમાં જોવા મળેલી અસ્થિરતા અને ટ્રેડર્સની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, આ પ્રસ્તાવમાં કેટલાક વધારાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સૂચનો પણ સામેલ કરવામાં આવ્યા છેઃ
4. આઇસબર્ગ ઓર્ડર (Iceberg Orders) માટે નવો નિયમ દાખલ કરવા પ્રસ્તાવછે
સામાન્ય રીતે ટ્રેડર્સ મોટા ઓર્ડરને છૂટા પાડીને (Iceberg Orders) મૂકતા હોય છે.
પ્રસ્તાવ મુજબ, ક્નટીન્યુઅસ ટ્રેડિંગ સેશન (CTS) ના અંતે જે આઇસબર્ગ ઓર્ડર એક્ઝિક્યુટ થયા વગરના બાકી રહે છે, તેમને સામાન્ય લિમિટ ઓર્ડર (Normal Limit Orders) તરીકે CAS માં તબદીલ કરવામાં આવશે. આનાથી ઓર્ડર બુકમાં તેની સંપૂર્ણ વિગતો પારદર્શક રીતે દેખાશે અને બજારમાં લિક્વિડિટી સુધરશે.
5. ઓર્ડર રદ કરવા પર પ્રતિબંધ જયારે
CAS દરમિયાન રેફરન્સ પ્રાઇસથી ઔ1% ની બહાર (વધુ કે ઓછા અંતરે) મૂકવામાં આવેલા લિમિટ ઓર્ડરને એકવાર સબમિટ થયા પછી રદ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હા, જો ટ્રેડર ઈચ્છે તો તે ઓર્ડરની કિંમતમાં સુધારો કરીને તેને વધુ સારો બનાવી શકે છે
6. શા માટે આ ફેરફારો લાવવામાં આવ્યા? તેના સંદર્ભમાં
3 ઓગસ્ટથી CAS અમલમાં આવ્યા બાદ, ખાસ કરીને એક્સપાયરીના દિવસોમાં (જેવા કે સેન્સેક્સ અને નિફ્ટી એક્સપાયરી), અંતિમ મિનિટોમાં બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
ક્લોઝિંગ ઓક્શનના કારણે ઇન્ડેક્સ અને શેરોની કિંમતોમાં અચાનક મોટા સ્પાઇક્સ (અચાનક ઉછાળો કે ઘટાડો) આવ્યા હતા, જેનાથી ઓપ્શન્સ ટ્રેડર્સને અણધાર્યા નફા-નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
આ સમસ્યાઓને હલ કરવા અને કેશ માર્કેટ તેમજ ડેરિવેટિવ્ઝ માર્કેટ વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવા માટે સેબીએ આ વ્યાપક સમીક્ષા અને સુધારાઓ પ્રસ્તાવિત કર્યા છે. સેબીએ આ પ્રસ્તાવો પર રોકાણકારો, બ્રોકર્સ અને બજારના હિસ્સેદારો પાસેથી 3 ઓક્ટોબર સુધી સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા છે, ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy