રાજકોટ, તા.ર8
મુંબઇ શેરબજારમાં આજે બેતરફી વધઘટે તેજીનો માહોલ રહ્યો હતો. સેન્સેકસમાં 1પ0 પોઇન્ટનો સુધારો હતો સોના-ચાંદીમાં પણ તેજી થઇ હતી. શેરબજારમાં આજે શરૂઆત નેગેટીવ ટોને થઇ હતી. દિવસ દરમ્યાન માર્કેટ બંને તરફની મુવમેન્ટ સુચવતું હતું. પછી તેજીના માર્ગે આવી ગયું હતું.
હોર્મુઝ ખુલવાના આશાવાદ, નાણાસંસ્થાઓની લેવાલી, સપ્ટેમ્બર વાયદાનો પ્રથમ દિવસ સહિતના કારણોસર પસંદગીના ધોરણે લેવાલી નીકળી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટુંકાગાળા માટે માનસ અનિશ્ચિતતાભર્યુ જ જણાઇ રહ્યું છે. આવતા દિવસોમાં કોઇ મોટા કારણો ઉભા થાય તો એક તરફી ટ્રેન્ડ સર્જાય શકે છે.
શેરબજારમાં આજે એથર એનર્જી, કોફોર્જ, ક્ધટેનર કોર્પોરેશન, બીએસઇ, કોલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, સેઇલ, શ્યામ ટેલી, શાહ એલોઇ જેવા શેરોમાં સુધારો હતો. ભારત ડાયનેમીક, ટીવીએસ મોટર્સ, અદાણી એનર્જી, જયુબીલન્ટ ફુડ, આઇસીઆઇસીઆઇ બેંક, યસ બેંક, વોડાફોન, આઇટીસી, પતંજલી, ટાટા કેપીટલ જેવા શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 1પ6 પોઇન્ટના ઉછાળા 77090 હતો જે ઉંચામાં 77357 તથા નીચામાં 76988 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 24106 હતો જે ઉંચાં 24188 તથા નીચામાં 24076 હતો. દરમ્યાન શેરબજારમાં આજે નવી કંપની ટેમ્પસેનનું બમ્પર લીસ્ટીંગ થયું હતું.
300 રૂપિયાના ઓફર ભાવ સામે 634 રૂપિયા થયો હતો જેમાં 111 ટકાનું રીટર્ન મળ્યું હતું. ઇન્વેસ્ટરોને અરજી દીઠ 16,700 રૂપિયાનો નફો થયો હતો. બીજી તરફ સોના-ચાંદીમાં તેજી હતી. વિશ્વબજારમાં સોનુ 4602 ડોલર હતું. લોકલ વાયદામાં 3રપ વધીને 1,પ9,3ર0 હતું. ચાંદી વાયદો 600 વધીને ર,43,રપ0 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy