નવી દિલ્હી તા.11
એક તરફ ભારતીય શેરબજારોમાં વૈશ્વિક કારણોથી કડાકા ભડાકા ચાલુ છે અને રોજબરોજ સેન્સેકસ તથા નિફટી સતત નીચે જઈ રહ્યા છે તે વચ્ચે આઈપીઓનું માર્કેટ હોટ કેક જેવુ બની ગયુ છે અને દરેક આઈપીઓને જબરા સબસ્ક્રીપ્શન મળી રહ્યા છે તે વચ્ચે બહુ ચર્ચામાં રહેલું નેશનલ સ્ટોક એકસચેંજનો આઈપીઓ તા.17ના રોજ ખુલશે અને તેને કારણે માર્કેટમાં શું જબરા નાણા આ આઈપીઓમાં દાવ પર લાગે તેવા સંકેત છે.
એનએસઈનો આઈપીઓનો ભાવ પ્રતિ શેર રૂા.1700થી રૂા.1785 નિશ્ર્ચિત થયો છે. 17થી21 સુધી આઈપીઓ ચાલશે. તે પહેલા તા.16ના રોજ એન્કર ઈન્વેસ્ટરની એન્ટ્રી થશે અને એનએસઈનો આઈપીઓ રૂા.22568.94 કરોડનો છે અને 24 તારીખે લીસ્ટીંગ થઈ શકે છે.
જેમાં આઠ શેરોનો લોટ સાઈઝ રાખવામાં આવ્યો છે જેથી રૂા.14280નું રોકાણ મીનીમમ થશે. તા.22ના રોજ એલોટમેન્ટ અને તા.24ના રોજ લીસ્ટીંગમાં હવે રોકાણકારો કઈ રીતે કમાય છે તેના પર નજર છે. એનએસઈનો પ્રથમ આઈપીઓ આવી રહ્યો છે અને તે પુરેપુરો ઓફર ઓફ સેલ એટલે કે તેના રોકાણકારો હવે પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. હાલ ગ્રે માર્કેટમાં આઈપીઓમાં રૂા.191નું પ્રિમીયમ બોલાઈ રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy