સોનુ 1.67 લાખ, વધુ 1100 વધ્યા : શેરબજારમાં વેચવાલીથી મંદીનો આંચકો

India, Business | 24 August, 2026 | 04:21 PM
સેન્સેકસ 240 પોઈન્ટ તૂટયો : મીડકેપ મજબૂત
સાંજ સમાચાર

રાજકોટ તા.24
સોનાના ભાવોમાં તેજીનો દોર આગળ ધપ્યો હતો. જયારે શેરબજારમાં મંદીનો આંચકો હતો. રાજકોટમાં હાજર સોનુ 1100ના ઉછાળાથી 167100 થયુ હતુ. વાયદામાં 960ના સુધારાથી 163400 હતુ. વિશ્વબજારમાં ભાવ 4643 થયો હતો. હાજર ચાંદીમાં પીછેહઠ હતી. ભાવ 2.50 લાખની નીચે આવીને 248100 સાંપડયો હતો. વાયદામાં ભાવ 246325 હતો.

બીજી તરફ શેરબજારમાં મંદીનો આંચકો હતો. શરુઆત તેજીના ટોને થયા બાદ વેચવાલીનો મારો નિકળતા મંદીમાં ધકેલાયુ હતુ. અમેરિકા-ઈરાન વચ્ચેની મડાગાંઠને કારણે હોર્મુઝનો સમુદ્રી વ્યવહાર નોર્મલ થઈ શકતો નથી અને આ મામલે નવો ભડકો સર્જાવાના ભણકારાની અસર હતી.

શેરબજારમાં આજે વિશાલ મેગામાર્ટ, મુથુટ ફાઈનાન્સ, સીમેન્સ, સેઈલ, મન્નાપુરમ, બીએસઈ, એમસીએકસ, વોડાફોન, ટાટા સ્ટીલ, સીમેન્સ, વેલસ્પન, પતંજલી, ટાટા કેપીટલ જેવા શેરોમાં સુધારો હતો.

બેંક ઓફ બરોડા પ્રીમીયર એનર્જી, કેનેરા બેંક, ડીક્ષોન ટેકનોલોજી, યસ બેંક, ડાબર, સન ટીવી જેવા શેરોમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 242 પોઈન્ટના ઘટાડાથી 77298 હતો તે ઉંચામાં 77789 તથા નીચામાં 77201 હતો. નિફયી 75 પોઈન્ટના ઘટાડાથી 24116 હતો તે ઉંચામાં 24313 તથા નીચામાં 24144 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj