#video શહેરમાં અબોલ જીવો માટે કાર્યરત અર્હમ એનિમલ ક્લિનિકનું નવીનીકરણ : એમ્બ્યુલન્સ સેવા શરુ
શહેરમાં અર્હમ એનિમલ ક્લિનિક અબોલ જીવો માટેની હોસ્પિટલનું રીનોવેશન અને એમ્બ્યુલન્સ સેવા દાતાના સહયોગથી ખુલ્લી મૂકવામાં આવી
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણા અને આશીર્વાદથી રાજકોટ શહેરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સંચાલિત અર્હમ એનિમલ ક્લિનિક અબોલ પશુ-પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અબોલ જીવોને સાતા પહોંચાડવાના પરમ ઉદ્દેશ્ય સાથે વર્ષ 2022થી શરૂ કરાયેલું આ ક્લિનિક સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે.
જૈન અગ્રણી અને સમાજસેવિકા સંગીતાબેન હરેશભાઈ શાહ દ્વારા અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે કાર્યરત અર્હમ પશુ પ્રાણી માટે સ્થાનિક હોસ્પિટલનું સંપૂર્ણ રીનોવેશન કરાવીને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy