#video રાજકોટ : ગઢકા ગામના ખેડૂતોનો ગ્રીનફિલ્ડ 6 લેન હાઇવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે વિરોધ : કલેકટર કચેરી ખાતે રજૂઆત
રાજકોટ જિલ્લાના ગઢકા ગામના ખેડૂતોનો ગ્રીનફિલ્ડ 6 લેન હાઇવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે વિરોધ : યોગ્ય વળતર સહિતના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા : ભરૂડી ટોલનાકાથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીનફિલ્ડ 6 લેન હાઇવેનું નિર્માણ : ગઢકા ગામની આશરે 85 એકર એટલે કે 200થી 250 વીઘા જમીન સંપાદિત થવાનો ખેડૂતોનો દાવો : હાઇવે પ્રોજેક્ટથી 80થી વધુ ખેડૂતો અને આશરે 70 સર્વે નંબરની જમીન પ્રભાવિત : મોટાભાગે 5થી 10 વીઘા જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પ્રભાવિત : જમીનમાંથી હાઇવે પસાર થતાં ખેતી અને પાક લેવામાં મુશ્કેલી પડતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ : હાલ મળતું વળતર જમીનની વાસ્તવિક બજાર કિંમત કરતા ઓછું હોવાનો ખેડૂતોનો દાવો : વર્તમાન માર્કેટ વેલ્યુ મુજબ યોગ્ય અને વ્યાજબી વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ : જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવા ખેડૂતોની માંગ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy