Fifa World Cup 2026 : જીતનો સિલસિલો આગળ વધારવા મેદાન પર ઉતરશે જર્મન ટીમ

World, Sports | 25 June, 2026 | 10:03 AM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 25
ફીફા વર્લ્ડ કપના ગ્રુપ-E માં નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ચૂકેલી જર્મનીની ટીમ આજે ઇક્વાડોર સામે પણ જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. તે જીતની હેટ્રિક સાથે નોકઆઉટ સ્ટેજની તૈયારી કરવા ઈચ્છશે. જૂલિયન નાગેલ્સમેન કોચ પદે હોવા દરમિયાન જર્મન ટીમ સતત 11 મેચ જીતી ચૂકી છે.

જર્મનીએ આ મુકાબલા માટે ડિફેન્સ લાઇન અપમાં ફેરફાર કરવો પડશે. આઇવરી કોસ્ટ સામે 2-1 થી મળેલી જીત દરમિયાન ઘૂંટીની ઈજાનો ભોગ બનેલાં સેન્ટર બેક નિકો શ્લોટરબેક આખા ટૂર્નામેેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ અનુભવી એન્ટોનિયો ડિગરને જોનાથન તાહની સાથે સ્ટાર્ટિંગ ઇલેવનમાં તક મળી શકે છે. 

મેચમાં મુખ્ય આકર્ષણ ડેનિસ ઉંડાવ હશે, જેમણે ગત મેચમાં બે ગોલ ફટકાર્યા હતા. મિડફિલ્ડર નદીમ અમીરીએ જણાવ્યું કે, દરેક જીત ટીમનો આત્મવિશ્વાસ વધારે છે અને જર્મની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

બીજી તરફ, ઇક્વાડોર માટે આ મુકાબલો 'કરો કે મરો' જેવો છે. વર્લ્ડ કપ પહેલા 19 મેચો સુધી અજેય રહેલી ઇક્વાડોરની ટીમે નોકઆઉટમાં પહોંચવાની પોતાની આશાઓ જીવંત રાખવા માટે જર્મનીને હરાવવું જ પડશે.

ટોપ પર યથાવત રહેવા ઉતરશે નેધરલેન્ડ્સ 
હ્યુસ્ટન
ગ્રુપ-F માં નેધરલેન્ડ્સની ટીમ ટ્યુનિશિયા સામે જીત મેળવીને ગ્રુપમાં ટોપ પર યથાવત રહેવાનાં ટાર્ગેટ સાથે ઉતરશે. સ્વીડન સામે 5-1 થી શાનદાર જીત મેળવ્યાં બાદ ડચ ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે, જ્યારે ટ્યુનિશિયા સતત બે મોટી હાર બાદ પહેલાથી જ ટૂર્નામેેન્ટમાંથી બહાર થઈ ચૂક્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj