બુમરાહના યોર્કર અને શોર્ટ બોલ સામે વૈભવ થાપ ખાઈ ગયો

India, Sports | 12 September, 2026 | 10:20 AM
અરૂણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન : જસપ્રીત બુમરાહ સામે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની આકરી પરીક્ષા
સાંજ સમાચાર

નવી દિલ્હી:
જસપ્રીત બુમરાહની હાજરીથી ભારતીય ટીમમાં એક અલગ જ ઊર્જા જોવા મળે છે. અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલા શુક્રવારે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો.

ઈજામાંથી સ્વસ્થ થયેલ ટીમમાં વાપસી કરી રહેલા બુમરાહે જોશમાં બોલિંગ કરી હતી. કોટલાની રોશનીમાં આ અનુભવી ફાસ્ટ બોલરે ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીની આકરી પરીક્ષા લીધી હતી.

સૂર્યવંશીને જ્યારે પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું, ત્યારે બુમરાહ ઇંગ્લેન્ડમાં T20 ટીમનો ભાગ નહોતા. બુમરાહે તેને પહેલો બોલ ગૂડ લેન્થ પર ફેંક્યો હતો. સૂર્યવંશીએ બેટ લગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલને સ્પર્શ પણ કરી શક્યો નહીં. આગામી બોલ પણ એ જ લેન્થ પર હતો અને આ વખતે પણ તે થાપ ખાઈ ગયો.

ત્રીજા બોલ પર બુમરાહે સચોટ યોર્કર નાખ્યો, જેને વૈભવે જેમ-તેમ કરીને બેટ નીચે લાવીને રોક્યો. ચોથો બોલ થોડો શોર્ટ ઓફ લેન્થ હતો, જે યુવા બેટ્સમેનના બેટની કિનારી લઈને નીકળી ગયો. માત્ર ચાર બોલમાં જ બુમરાહે બતાવી દીધું કે આંતરરાષ્ટ્રીય સ્તરે સૂર્યવંશીએ કેવા પ્રકારના પડકારનો સામનો કરવો પડશે.

ઈશાનની પીઠમાં દુખાવો
પૂર્વ ઝોનને 13 વર્ષ પછી દુલીપ ટ્રોફીનો ખિતાબ અપાવીને ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા ઈશાન કિશનને પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠમાં ખેંચ આવી ગઇ છે. ઈજા બાદ તેઓ ખૂબ જ અસહજ નજરે પડ્યા હતા, જેનાથી તેમની ફિટનેસને લઈને ચિંતા વધી ગઈ છે.

વિકેટકીપર બેટ્સમેન ઈશાન ફાસ્ટ બોલરો સામે નેટ્સમાં બેટિંગ કરી રહ્યા હતા. નવદીપ સૈનીનો એક શોર્ટ બોલ છાતી અને દાઢી વચ્ચે ઊછળ્યો હતો. તેમણે ઉછળતા બોલથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન તેમની પીઠ સ્નાયુ ખેંચાઈ ગયા હતા. તેઓ ફરીથી બેટિંગ કરવા આવ્યા નહોતા.

યુવા બેટ્સમેન માટે આ નેટ સેશન સરળ નહોતું. ફીલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન તેમણે ઓછામાં ઓછા ત્રણ કેચ છોડ્યા હતા અને ફાસ્ટ બોલરો સામે પણ અનેક વખત બોલ મિસ કર્યો હતો. દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર યશ ઠાકુરે પણ તેમને પરેશાન કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહે પણ પોતાની શાનદાર સીમ મૂવમેન્ટથી સૂર્યવંશીને ફેંસાવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj