રાજકોટ, તા. 26
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વ શ્રધ્ધા, આસ્થા અને કોમી એકતાના માહોલમાં ઉજવાઇ રહ્યો છે. તાજીયા સાથે કોમી એકતાના દર્શન થયા છે. સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર તાજીયાના ઝુલુશ નીકળ્યા હતા.
ગઇકાલે જોહરની નમાઝ બાદ તમામ તાજીયાએ ઇમામ ખાનામાંથી બહાર આવ્યા હતા અને સાંજે પોત પોતાના માતમમાં ગયા હતા. ગઇકાલે મોડી રાત સુધી ઠેર ઠેર પોત પોતાના રૂટ મુજબ કલાત્મક તાજીયા આખી રાત ફર્યા હતા. જેમાં કોમી એકતાના દર્શન થયા હતા.
આજે શુક્રવારની જુમ્માની નમાઝ બાદ તાજીયા પોત પોતાના માતમમાંથી ઉપડીને રૂટ મુજબ ફરશે મોડી રાતના તાજીયા ઠંડા થશે આજે આશુરાહ મનાવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ આજે હઝરત ઇમામ હુસેનની શહાદતનો શોક મનાવ્યો હતો. આજના દિવસનું મુસ્લિમ સમાજમાં અનેરૂ મહત્વ છે.
રાજકોટમાં ગઇ રાત્રે સદર તાજીયા કમીટી, રામનાથપરા સહિતની અન્ય તાજીયા કમીટી દ્વારા રૂટ મુજબ કલાત્મક તાજીયા નીકળ્યા હતા. જેમાં હિન્દુ ભાઇ-બહેનોએ તાજીયાના દર્શન કર્યા હતા.
ગોંડલ
ગોંડલમાં તાજીયા પડમાં આવ્યા યા હુસેન ના ગગનભેદી નારા સાથે ગોંડલ શહેરમાં 45 જેટલા તાજીયા ગત રાત્રીના પડમાં આવ્યા હતા. ચોરડી દરવાજે અલગ અલગ કરતબો કરવામાં આવી હતી ગોંડલ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આજે બપોર બાદ ભવ્ય ઝુલુસ નીકળશે.
રાત્રિના પાંજરાપોળ, ચોરડી દરવાજા, મોટી બજાર, અને માંડવી ચોકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા ચોરડી દરવાજાના ચોક માં ન્યુ સ્ટાર તાજીયા કમિટી 17 નંબરના તાજીયાએ અને આંબલી શેરીના 16 નંબરના તાજીયામાં અલગ અલગ થિમ્સની લાઈટિંગ કરવામાં આવી હતી
ચોરડી દરવાજા ચોકમાં ઢોલ નગારા સાથે અલગ અલગ કરતબો કરવામાં આવી હતી તાજીયા ના રૂટ પર અલગ અલગ ગ્રુપ દ્વારા સબીલ કરવામાં આવી હતી સબીલ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી
ગોંડલમાં શહીદે કરબલા કમિટીના નેજા હેઠળ યોજાતા ઝુલુસમાં લાયસન્સ વાળા 21 તાજીયા, માનતાના તાજીયા અને અન્ય નાના મોટા 45 જેટલા તાજીયા નું આવતીકાલે બપોરે 2 વાગ્યે ભવ્ય ઝુલુસ નીકળશે. પહેલા નંબર નો તાજીયો પાંજરાપોળ થી નિકળશે ત્યાર બાદ ચોરડી દરવાજા થી નંબર પ્રમાણે તાજીયા ઝુલુસ માં જોડાશે તાજીયા ના ઝુલુસ માં હિન્દૂ અને મુસ્લિમ લોકો માનતા ઉતારવા આવી પોહચે છે. માનતા માં લોકો લાલ ગુલાબ ના ફૂલ, અંતર, શ્રીફળ અને સોના ચાંદીની કોઈ માનેલી વસ્તુઓ માનતામાં ધરવામાં આવે છે.
ગોંડલ પાંજરાપોળ થી ચોરડી દરવાજા, મક્કા મસ્જિદ, મોટી બજાર, દરબાર ચોક, માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, સિવિલ હોસ્પિટલ ચોક થી બોદલશા પીરની જગ્યાએ પુર્ણાહુતી થશે અને ત્યાર બાદ સૌ લોકોને ન્યાઝ આપે છે.
ગોંડલ શહેરમાં મહોરમ પર્વ ને લઈને 1 DYSP, 2 PI, 4 PSI, (QRT કવિક રિસ્પોન્સ ટિમ) મહિલા પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, ૠછઉ જવાન સહિત 150 થી વધુ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ઝુલુસ નીકળવાના સમયે અલગ અલગ 2 જેટલા રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં જેલ ચોક થી ભોજરાજપરા થઈ ને વાહનો ને પાંજરાપોળ પર થી નીકળવાનું રહેશે.
જ્યારે સેન્ટ્રલ સિનેમા ચોક તરફથી ભગવતપરા માં જવા માટે વાહન ચાલકોને બાલા હનુમાન રોડ થી ગુંદાળા દરવાજા થી જેલ ચોક, ભોજરાજપરા થઈ પાંજરાપોળ ના પુલ પરથી ભગવતપરા સુધી પોહચી શકશે.
કલાત્મક તાજીયો
ગોંડલ ઇમામ હુસેનનીની શહાદતની યાદમાં રાજાશાહી વખતના બનતા દેવપરાનો કલાત્મક તાજીયો પડમાં આવિયો આ તાજીયા પહેલા થીજ લાઇટીગ સજ્જ કલાત્મક બંને છે અગાઉ લાયન્સ ક્લબ દ્વારા ઈનામ પણ પ્રાપ્ત કરેલ આજે કતલની રાત નીમીતે રાત્રે સમગ્ર તાજીયાનું જુલુસ નીકળ્યું હતું તેમ રાજેશભાઈ પોપટ ગંગાસાગરની એક યાદીમાં જણાવ્યું છે.
વેરાવળ
વેરાવળનાં જાલેશ્વર વિસ્તારમાં મચ્છી યારા સમાજની હુસેની કમિટી દ્વારા મોટા મોહરમ શરીફ બનાવવામાં આવેલ છે. તેમની ઊચાઈ આશરે 20 ફ્રુટ જેટલી છે હઝરત ઇમામે હુસૈન અને તેમના 72 લશકરે સાથે મળીને સચ્ચાઈ અને માનવતા આપી હતી તેમની યાદમાં મોહરમ શરીફ બનાવવામાં આવે છે.
તા.25 ના ગુરૂવારે સાંજે બહાર કાઢવામા આવેલ અને બીજા દિવસે આશુરાની સાંજે મચ્છી યારા સમાજ દ્વારા દરિયામાં દફનાવવામાં આવનાર છે. આ મોહરમ શરીફ બનાવનાર મરહુમ આમદ અબ્દુલ આ મલેક ચાર દાયકાથી બનાવતા અને હાલ તેમના દીકરાઓ બનાવે છે.
સલાયા
સલાયામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર મોહરમના દિવસો સારી રીતે મનાવવામાં આવે છે.આજરોજ મહોરમનો આશુરાનો દિવસ છે.આજરોજ જમાત દ્વારા તાજીયા પડમાં લેવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ ભાડેલા જમાત દ્વારા નિર્મિત કલાત્મક તાજિયાને આજરોજ પડમાં લાવ્યા હતા.આ સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો દર્શન અર્થે પહોંચ્યા હતા.સાથે સાથે હિન્દુ ભાઈઓ દ્વારા પણ આજરોજ તાજીયાના દર્શન કરી અને શ્રીફળ વધારવામાં આવે છે.
આજના દિવસે નવા ઘોડા પણ હિન્દુ વિસ્તારમાંથી નીકળે છે.જ્યાં હિન્દુ સમાજ વતી સલાયાના પત્રકાર અને હિન્દુ સમાજના અગ્રણી ભરતભાઈ લાલ દ્વારા પવિત્ર ઘોડાને હાર પહેરાવી પુષ્પવર્ષા કરી હતી તેમજ મુસ્લિમ ભાઈઓ બહેનોને આઇસક્રીમની લ્હાણી કરી હતી.આમ સલાયાના મોહરમ દરમ્યાન હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા.
વિસાવદર
વિસાવદર મા કાદરી પરિવાર દ્રારા છબીલનુ શાનદાર આયોજન કરવામા આવ્યુ. વિસાવદરમાં છેલ્લા ઘણા વરસો થી છબીલ નુ આયોજન કરવામા આવે છે.
જેમા નાત જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ બાળકો ભાઈ ઓ બહેનો ને નિયાજ આપવામા આવે છે
કરબલામા સહિદ થયેલ 72 સહિદો નિ યાદમા દશ દિવસ દિવસ અલગ અલગ ન્યાસનું આયોજન કરવામાં આવે છે અને જેમાં ચેવડો ભજીયા પાવભાજી શરબત સહિત અનવીન વસ્તુઓ બનાવી અને નાના બાળકો ને વિતરણ કરવામાં આવે છે તેમાં હિંદુ મુસ્લિમ સહિત ભાઈઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આ છબીલ નુ આયોજન કાદરી પરિવાર દ્વારા કરવામાં આવે છે.
અને દસ દિવસ તમામ સહિદો નિ યાદમાં ઘણા વર્ષોથી છબીલ નુ આયોજન કરવામાં આવે છે જેમા (1 સુલતાનમીયા હુશેનમીયા કાદરી)(2 મેહબુબમીયા હુશેનમીયા કાદરી)(3 આસીફ કાદરી) (સકિલ કાદરી)દ્રારા છબીલનુ દશ દિવસ આયોજન કરવામા આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy