રાજકોટ, તા.3
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલ તા.4થીના શુક્રવારના 41મી શોભાયાત્રાનું ભવ્યાતિત આયોજન કરાયું છે. આવતીકાલે સવારે 8 વાગે મવડી ચોકડી ખાતે સંતો-મહંતો તથા રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે ત્યારબાદ નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે રાજકોટના રર કિલોમીટરના માર્ગો પર રથયાત્રા ફરશે અને બાલક હનુમાન મંદિરે યાત્રાનું સમાપન થશે.
શોભાયાત્રા દરમ્યાન નટખટ કાનુડો ભકતોને દર્શન આપશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો પરના ફલોટસ જોડાશે. આ વખતે ધર્મયાત્રાનું સ્લોગન સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુકત રહે સારા દેશ છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાજકોટના હજારો ધર્મપ્રેમી અને કૃષ્ણ ઘેલા ભકતોને કાનુડાના વિવિધ સ્વરૂપોની મનમોહક ઝાંખીઓના દર્શન થશે. ભગવાન શ્રી કૃષ્ણની બાલલીલા, જીવનદર્શન, ધર્મ અને સંસ્કૃતિના સંદેશને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ રજુ થશે.
આવતીકાલે શોભયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીનો ગગનભેદી નાદ ગુંજશે.
જન્માષ્ટમી શોભાયાત્રાનો રૂટ
રાજકોટ તા.3
વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. કાલે સવારે 8 વાગે મવડી ચોકડી ખાતે ધર્મસભા યોજાશે ત્યારબાદ 8-30 કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થશે. અહીં શોભાયાત્રાનો રૂટ આપેલ છે. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થશે.
રૂટ
મવડી ચોકડીથી શોભાયાત્રા શરૂ થઈને નાના મવા ચોકડી, કેકેવી હોલ, રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાન મઢી, કિશાનપરા ચોક, અકીલા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ મંદિર, લીમડા ચોક, એસબીએસ ચોક, ત્રિકોણબાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, મકકમ ચોક, નાગરીક બેંક ચોક, ભકિતનગર ચોક, સોરઠીયા વાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, સંત કબીર રોડ, જલગંગા ચોક, ગોવિંદબાગ મેઈન રોડ, પેડક રોડ, બાલક હનુમાન મંદિરે સમાપ્ત થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy