રાજકોટનાં 11 સહિત સૌરાષ્ટ્રનાં 45 ડેમોમાં માત્ર 2થી20 ટકા જળસંગ્રહ

Saurashtra | Rajkot | 10 September, 2026 | 04:06 PM
જામનગરનાં તમામ 20, દ્વારકાનાં પણ તમામ 12 ડેમો ખાલી: રાજકોટ શહેર ‘સૌની યોજના’ પર નિર્ભર: હાલ ન્યારીમાં ઠલવાતા નર્મદાનીર
સાંજ સમાચાર

રાજકોટ તા.10
ચાલુ વર્ષે હવે ચોમાસુ પુરુ થવા આવ્યુ છે ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદનાં કોઈ એંધાણ નથી, ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી સૌરાષ્ટ્રમાં કોઈપણ સ્થળે નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આથી ખાસ કરીને હાલ પીવાનાં પાણીની સમસ્યાએ અજગર ભરડો લઈ લીધો છે.

વરસાદ ખેંચાતા આજની સ્થિતિએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 85 પૈકી 45 ડેમો લગભગ ખાલી જેવી અવસ્થામાં આવી ગયા છે. અમુક ડેમો તો આજની સ્થિતિએ સંપૂર્ણ ખાલી થઈ ચૂકયા છે.

સિંચાઈ વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં 27 પૈકી 11 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 20થી1.79 ટકા જ જળ સંગ્રહ બચ્યો છે. એકંદરે રાજકોટનાં 11 ઉપરાંત સૌરાષ્ટ્રનાં કુલ 45 જળાશયોમાં આજની સ્થિતિએ માત્ર 2થી20 ટકા જેટલુ જ પાણી બચ્યુ છે. રાજકોટનાં ભાદર, ડોંકી, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, છાપરવાડી 1-2, ઈશ્ર્વરીયા, કરમાળ અને કર્ણુકી ડેમો ખાલી થઈ જવા આવ્યા છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટવાસીઓ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ‘સૌની યોજના’ આધારિત રહ્યા છે. તાજેતરમાં આજી-1 બાદ હવે ન્યારી-1 ડેમમાં નર્મદાનિર છોડવામાં આવી રહ્યા છે. છેલ્લા પખવાડીયા કરતા વધુ સમયથી ન્યારી-1માં 135 એમસીએફટી નર્મદાનિર ઠલવાયા છે.

ઉલ્લેખનીય એ પણ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી ખરાબ પરીસ્થિતિ જામનગર અને દ્વારકા જિલ્લાની છે, જામનગર જિલ્લાનાં 21 પૈકી 20 ડેમોમાં માત્ર 0.04 થી 14 ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો છે. ખાસ કરીને ફુલઝર-2 અને રૂપાવટીની સ્થિતિ તો સંપૂર્ણ ડ્રાય છે. જામનગરનાં 21 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 8.35 ટકા જ પાણી બચ્યુ છે.

આ ઉપરાંત મોરબી જિલ્લાનાં ડેમી-1માં 7.46 ટકા અને ડેમી-3માં માત્ર 2.89 ટકા પાણી બચ્યુ છે. જયારે, દ્વારકા જિલ્લાનાં તમામ 12 ડેમોમાં માત્ર 0.75 ટકા પાણીનો જળસંગ્રહ છે. આ જિલ્લાનાં બે ડમો સંપૂર્ણ ખાલી છે તો 10 ડેમોમાં માત્ર 0.02 ટકાથી 2.12 ટકા જ પાણી બચ્યુ છે. આમ દ્વારકા જિલ્લાની હાલત પણ દયનીય છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનાં ધારી ડેમમાં 8.31 ટકા અને પોરબંદરનો સોરઠી ડેમ સંપૂર્ણ ખાલી અવસ્થામાં છે. એકંદરે ચાલુ વર્ષે ચોમાસુ લગભગ નબળુ રહેતા સર્વત્ર પાણીનાં પોકારો અત્યારથી ઉઠવા લાગ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj