જુનાગઢ, તા.8
સાતમ આઠમ ની રજા એટલે સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ સોરઠ જિલ્લા માટેનું એક અનોખો મહત્વનો તહેવાર ગણાય છે જેમાં મીની વેકેશન ના કારણે જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ રજા માણવા લોકો ઊંચી પડ્યા હોય છે જૂનાગઢના ભવનાથ, ગિરનાર પર્વત, સક્કરબાગ ઝૂ, ઉપરકોટ, ગિરનાર રોપવે સહિતના સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
ઉપરાંત સાસણગીર ની આસપાસ ની હોટલો, રેસ્ટોરન્ટો રિસોર્ટ, દેવડીયા પાર્ક સહિતના સ્થળોએ પ્રવાસીઓ નું મોટો ઘસારો જોવા મળી રહ્યો હતો, દામોદર કુંડ થી ભવનાથ તળેટી સુધી ભારે ટ્રાફિક ના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.
જન્માષ્ટમી શુક્રવારથી બે દિવસમાં ભાવિકો અંબાજી માતાજી ના દર્શને ઉમટી પડ્યા હતા અસંખ્ય લોકો પગપાળા ગિરનારના પગથિયાં થી અંબાજી ગુરુદત્તાત્રે સુધી પ્રાકૃતિક દ્રશ્યો જોઈ ભાવ વિભોર થયા હતા.
માં અંબાજીના દર્શને કલાકો સુધી લોકોને લાઈનમાં રાહ જોવી પડી હતી ઉપરકોટ કલ્લા માં 8000 થી વધુ મુલાકાતઓ કિલ્લાની અંદર પ્રવેશ્યા હતા. વાહન પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી આસપાસના નિર્ણાયક વિસ્તારોમાં વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી , બોરદેવી, લાલ ધોરી, દામોદરજી કુંડ ઉપલા દાતાર વિસ્તારના જંગલોમાં લોકોએ વન ભોજનનો આનંદ માણ્યો હતો.
નવાબી કાળના વિવિધ પ્રાણીઓ ને જોવા માટે બે દિવસમાં 28,000 થી વધુ મુલાકાત હોય એ મુલાકાત લીધી હતી અવિરત માનવ મેરામણને કારણે પાર્કિંગ ની જગ્યા ટૂંકી પડી હતી પ્રવાસીઓ વાહનો રોડની બંને સાઈડમાં રાખવાની ફરજ પડી હતી. જેના કારણે ટ્રાફિક નો પ્રશ્ન સર્જાયો હતો.
જૂનાગઢને પાણી પૂરું પાડતા વિલીગન ડેમ, જટાશંકર ની જગ્યામાં લોકોની સંખ્યા મોટી જોવા મળી રહી હતી જોકે પહાડમાંથી ધોધ વરસાદ ન પડતા ઝરણા ખાલી ખમતા પ્રવાસીઓ નાહવા માટે નારાજ થયા હતા, એશિયનટીક સિંહોનું ઘર ગણાતા સાસણ જંગલમાં હાલ ચોમાસાને કારણે પ્રવેશબંધી હોવાથી દેવડીયા પાર્ક માં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઓએ સિંહ દર્શન કર્યા હતા.
ઉપરાંત સાસણગીર ની હોટલો રિસોર્ટો હાઉસફુલ હતી તેમજ સતાધાર ગાઠીલા ચોરવાડ બાણેજ સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી દ્વાદશ જ્યોતિર્લિંગ માં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવ ના દર્શને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ ઉપરાંત ગુજરાતમાંથી પ્રવાસીઓ સોમનાથ દાદાના દર્શને ઉંટી પડ્યા હતા એકંદરે સાતમ આઠમની રજા સાથે શનિદેવીની રજા ને કારણે તમામ સ્થળોએ માનવ મેરામણ થી રહેવા પામ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy