સૌરાષ્ટ્ર - કચ્છમાં ‘ઇદે મિલાદુન્નબી’ની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી

Saurashtra | Rajkot | 27 August, 2026 | 10:55 AM
ઠેર - ઠેર વિશાળ ઝુલુસ નીકળ્યા, મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા : વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહમદ પૈગમ્બર સાહેબ સ.વ.અ.ના વિલાદત પર્વ (જન્મદિવસ) ‘ઇદે મિલાદુન્નબી’ની સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એખલાસભર્યા વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઠેર ઠેર વિશાળ ઝુલુસ નીકળ્યા હતા જેમાં મુસ્લિમ બિરાદરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

વાંકાનેર
મુસ્લિમ સમાજના પયગંબર હઝરત મહંમદ મુસ્તફાના જન્મદિવસ નિમિતે વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે ઇદે મિલાદુન્નબીની ભવ્ય અને ધાર્મિક માહોલનમાં ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં છેલ્લા બાર દિવસથી જિકે રસુલ, મિલાદ, કુરઆન શરીફના પઠન, ઇબાદત તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા વાતાવરણ ભકિતમય બન્યું હતું.

ઉજવણીનો પ્રારંભ વહેલી સવારે ચાર વાગ્યે કેક કાપીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નમાજે ફજર બાદ  નફલ નમાજ તથા જિક શરીફના કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ  ચાંદથી 1રમાં ચાંદ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા પયગંબર સાહેબના જીવન, સંદેશ અને માનવતાના મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા. આઇ લવમોહમ્મદનો આકાશ દડો બન્યો આકર્ષણનું કેન્દ્ર.

રાજા વડલા ગામની મસ્જિદ ઉપર હવામાં લહેરાતો વિશાળ આઇ લવ મોહમ્મદ લખાણ ધરાવતો દડો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આશકરે પાંચથી સાત ફુટ ઉંચાઇ અને અંદાજે ઘપ ફુટ લંબાઇ ધરાવતો આ દડો દોરીથી બાંધીને આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો. બાળકો સહિત ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા લોકોએ આ અનોખુ દ્રશ્ય નિહાળ્યું હતું.

મસ્જિદ ખાતે બાલમુબારકના દીદાર માટે શ્રધ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી  હતી. સાથે જ જમાતખાનામાં  વિવિધ મસ્જિદો, દરગાહ શરીફ,  કાબા શરીફ, મકકા-મદીના તથા અન્ય પવિત્ર સ્થળોના આબેહુબ મોડેલો અને રોજા  મુબારક રજુ કરવામાં આવ્યા હતા. 

નવાગઢ(જેતપુર)
નવાગઢમાં જશ્ને ઇદેમિલાદ નબી મુબારક જુમ્મા પેસાથી ઝુલુસ નીકળ્યું હતું. હઝરત મિરા સૈયદ અલી દાતર નો  ચલા મુબારક થઇને મુસ્લિમ વિસ્તારમાં થઇને જુમ્મા મસ્જિદ ખાતે આવી પહોંચ્યુ હતું. દુધ કોલ્ડ્રીંગ વિતરણ કર્યુ હતું અને બિસ્કીટનું વિતરણ કર્યુ હતું. નવાગઢ સુન્ની મુસ્લિમના પ્રમુખ ઇકબાલ સમા તથા પ્રેસ પ્રતિનિધિ સૈયદ દાદામીયાએ જણાવેલ છે. 

સાવરકુંડલા
અમન સંદેશો આપનાર શાંતિ દૂત ઇસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર હજરત મોહમ્મદ (સ. અ. વ) સાહેબના વિલાદત પર્વ એટલે જશને ઈદે મિલાદુ નબી ની ઉજવણી કોમી એકતા ને ભાઈ ચારા સાથે સાવરકુંડલામાં કરવા માં આવી હતી. જેમાં પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના મિશન પ્રમાણે શહેરની તમામ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, પક્ષીઓને ચણ, તમામ ગૌશાળામાં રજકો, અન્ન ક્ષેત્રમાં ગરીબોને ભોજન આપવામાં આવ્યું હતું. વિધવાઓ અને યતિમ બાળકોને રોકડ રકમ સહાય કરવામાં આવી હતી. બપોરે નમાઝ બાદ શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું હતું.

અને પીરે તરીકત સૈયદ મુનીર બાપુ કાદરી ઉમરાહ ની મુબારક ની સફરે થી સીધા જુલુસ મા શામીલ થયા હતા જુલુસ જુમ્મા મસ્જિદ થી શરૂ થઈ સંધી ચોક, ગાંધી ચોક, મણીભાઈ ચોક, રિદ્ધિ સિદ્ધિ ચોક, જુના બસ સ્ટેન્ડ, પઠાણ ફળી, આઝાદચોક થઈ લીમડી ચોક ખાતે આવ્યું હતું. શહેરના માર્ગો ને રોશનીથી શણગારવામાં આવ્યા હતા મક્કા. મદીના ના ફ્લોટો આકર્ષણ જમાવ્યું હતું.

વેરાવળ
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ઈદે-એ-મિલાદ ના સરઘસ મા આવતા મુસ્લીમ સમાજ ના ભાઈઓ માટે ઝબાર ચોક ખાતે સેવારૂપે સરબતનું સ્ટોલ રાખેલ અને તમામ લોકો સરબત પીવડાવેલ હતા.

વેરાવળમાં ઈદે-એ-મિલાદ ના દિવસે શહેરની વિવિધ મુસ્લીમ વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઈદે-એ-મિલાદ ઉજવણી કરવામાં આવેલ ત્યારબાદ રેલી, સરઘસરૂપે શહેરની મુખ્ય બજાર તેમજ મુસ્લીમ વિસ્તારમાં નીકળેલ જેમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ ભાઈઓ જોડાયેલ હતા.

આ તકે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ સમસ્ત ટિમ તેમજ શહેર પ્રમુખ, શહેર કોંગ્રેસ પક્ષની ટીમ, વિવિધ સમજોના પટેલો, આગેવાનો તથા વિવિધ સેલના પ્રમુખો અને કોંગ્રેસ પક્ષના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી આ સેવરૂપી કાર્યમાં જોડાઈ સેવા આપેલ હતી. 

જસદણ
ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફાના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેરમાં ઈદે મિલાદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં કોમી એખલાસ અને ભાઈચારાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઈદે મિલાદ નિમિત્તે જુમ્મા મસ્જિદ જસદણ ખાતે નાત શરીફ, સલાતો સલામ તથા નમાઝ અદા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અનેક મુસ્લિમ ભાઈઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઈદે મિલાદના કાર્યક્રમમાં જોડાઈ એકતા અને શ્રદ્ધાનો પરિચય આપ્યો હતો.

 જસદણ શહેરમાં ઈદે મિલાદનું ભવ્ય અને શાનદાર ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. ઝુલુસ દરમિયાન સમગ્ર શહેરમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ ઝુલુસમાં જોડાયા હતા.

માણાવદર
માણાવદરમાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારના 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી જુમ્મા મસ્જિદમાં પુરૂષો એ બાલ મુબારકના દિદાર કર્યા હતા. સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી સ્ત્રીઓ એ બાલ મુબારકના દિદાર કર્યા હતા. આ સમગ્ર વ્યવસ્થા સૈયદ બાવામીયા બાપુ બુખારી સાહેબના માર્ગદર્શન હેઠળ સૈયદ મુસ્તાક બાપુ બુખારી તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

સવારના 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમ્યાન શહેરની મુખ્ય બજારો ઉપરથી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જુમ્મા મસ્જીદના પેશ ઈમામ મૌલાના અકીલ સાહેબ, પ્રમુખ હુસેનભાઈ દલ, જનરલ સેક્રેટરી અનુભાઈ બેલીમ, સહમંત્રી વલીભાઈ સેતા, કોષાધ્યક્ષ ગુલાબ બાપુ સર્વદી, ટ્રસ્ટીઓ આહમદભાઈ શમા, રફીકભાઈ મલેક, ગફારભાઈ મેમણ, નિશારભાઈ ઠેબા, સિદ્દીકભાઈ બાબી, બશીરભાઈ સુમરા, અબ્દુલભાઈ પરમાર, રાજુભાઈ મલેક, રફીકભાઈ નોયડા, ઈમરાનભાઈ જેઠવા, પૂર્વ પ્રમુખ મુસાભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ હુસેનભાઈ ઠેબા, યુનુસભાઈ ચંદાણી વિગેરે આગેવાનો જોડાયા હતા.

અમરેલી
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની અમરેલી શહેરમાં આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે શહેરમાં ભવ્ય અને વિશાળ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પોતાના બાળકો સહિત જોડાયા હતા.

જુલુસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ તથા સ્થાનિકો દ્વારા પુષ્પગુચ્છ અને ફૂલોની પાંખડીઓ વરસાવી જુલુસનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં લોકો કાર, રિક્ષા સહિતના વિવિધ વાહનો સાથે જોડાયા હતા.

ભાવનગર
ભાવનગરમાં ગઈકાલે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબની 1501 મી વિલાદત (જન્મ જયંતી) નિમિતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા સવારે 8.30 કલાકે ભાવનગર શહેર ના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હજરત પીર મહમદશાહ બાપુની વાડીમાંથી એક શાનદાર ઝુલુસનો પ્રારંભ કરવામાં આવેલ.

આ ઝુલુસના પ્રારંભે દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતું સલામ પઢવામાં આવી સામુહિક દુવાઓ કરવામાં આવેલ હતી ત્યારબાદ ભાવનગર શહેર ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા,સીટી ડી.વાય એસ.પી સિંઘાલ એ લીલી ઝન્ડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યુ તેમજ આ પ્રસંગે તમામ ડીવીઝનના પી.આઈ તથા કોર્પોરેટર જેતુનબેન રાઠોડ તેમજ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઝૂલુસ શહેર ના રાજમાર્ગો પર ફરી શેલારશા ચોક માં ઝુલુસ સમ્પન થયેલ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj