તહેવારોનો કરંટ : એસ.ટી.ની તમામ બસો ચિક્કાર

Saurashtra | Rajkot | 03 September, 2026 | 02:36 PM
રાજકોટ વિભાગની દૈનિક આવક રૂા.75 લાખને પાર : હજુ પણ આવક વધશે : લોકલ - એક્સપ્રેસ ઉપરાંત વોલ્વો, એ.સી. સહિતની તમામ બસો ફૂલે-ફૂલ
સાંજ સમાચાર

સૌરાષ્ટ્ર સહિત રાજકોટ શહેર તહેવારોનાં રંગે રંગાઇ ગયું છે અને સર્વત્ર ફેસ્ટીવલ મૂડ છવાઇ ગયો છે, રજાઓ શરૂ થતાં જ રાજકોટ એસ.ટી. વિભાગને પણ ટ્રાફિક બમણો થઇ ગયો છે. 66 એકસ્ટ્રા સહિત રૂટિન તમામ એક્સપ્રેસ અને લોકલ બસો તથા વોલ્વો, એસી બસો ગઇકાલથી જ પેકે-પેક દોડવા લાગી છે.

ગ્રામ્ય વિસ્તારોનો ટ્રાફિક રાજકોટ તરફ આવવા લાગ્યો છે. તો સ્થાનિક લોકો હરવા-ફરવાના અને ધાર્મિક સ્થળોએ જવા લાગ્યા છે. આથી છેલ્લા બે દિવસથી રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ કુદકેને ભુસકે વધવા લાગી છે.

રાજકોટ બસ પોર્ટ ઉપરાંત વિભાગના તમામ ડેપો ઉપર મુસાફરોની ભીડ નજરે પડવા લાગી છે. રાજકોટ બસપોર્ટ ઉપરાંત વિભાગનાં તમામ ડેપો ઉપર મુસાફરોની ભીડ નજરે પડવા લાગી છે.

રાજકોટ એસ.ટી. વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે એક જ દિવસ દરમિયાન રાજકોટ એસટીને રૂા.75 લાખથી વધુની આવક થવા પામી હતી અને આવક હજુ પણ વધવાની પુરી સંભાવના છે.

ખાસ કરીને રાજકોટથી વેરાવળ, સોમનાથ, દ્વારકા, ઉના-દિવ, અમદાવાદ,મેઘરજ-જામનગર, મોરબી રૂટની બસોમાં બેફામ ટ્રાફિક નજરે પડ્યો હતો. તો વોલ્વો-એસી બસો પણ ફૂલેફૂલ દોડી હતી. વડોદરા, અમદાવાદ, નાથદ્વારા રૂટની તમામ વોલ્વો ચિક્કાર દોડી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિમીયમ સર્વિસની તમામ બસોમાં સપ્તાહ અગાઉનું એડવાન્સ બુકીંગ ચાલી રહ્યું છે.  (તસ્વીરઃ પંકજ શીશાંગીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj