માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ સ્મશાનમાં હિન્દુ સમાજ દ્વારા મૂકવામાં આવેલ દેવી-દેવતાઓની મૂર્તિઓને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવેલ છે જેથી કરીને આ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરીને હાલમાં ગામના સામાજિક આગેવાનની ફરિયાદ લઈને અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનારા શખ્સને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સામાજિક આગેવાન અશ્વિનસિંહ મેઘુભા પરમાર (50)એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાવણીયા ગામે જ્ઞાન નગરીમાં આવેલ હિન્દુ સમાજના સ્મશાનમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સ્મશાનમાં હિન્દુ સમાજ દ્વારા રાખવામાં આવેલ દેવી-દેવતાઓની મૂર્તિઓને જાણી જોઈને તોડફોડ કરીને ખંડિત કરવામાં આવેલ છે અને મૂર્તિઓમાં નુકસાન કરવામાં આવેલ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં બીએનએસની કલમ 298, 301, 324 મુજબ ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તેમને તજવીજ હાથ ધરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy