રાજકોટ, તા.29
સૌરાષ્ટ્રમાં અસહ્ય બફારા વચ્ચે અમુક સ્થળોએ છુટો છવાયો વરસાદ ચાલુ રહ્યો છે તો દરિયામાં કરંટ સાથે તોતીંગ મોજા પણ ઉછળી રહ્યા છે પ્રાપ્ત થતા અહેવાલો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ખેડૂતોએ છેલ્લા વીસેક દિવસ દરમિયાન માંડવી,શેરડી સહિતના પાકોનું વાવેતર કરી નાખેલ છે.
50%થી વધુ ખેડૂતો વરસાદ ની રાહ જોઇને બેઠાછે તેવા ખેડૂતોને વરસાદ વરસવાની આશા બંધાઈ છે ગઇકાલે અમુક ગામડાઓમાં વરસેલા વરસાદ ને પગલે.થોડો વરસાદ વરસશેતો પણ જમીનમાં ભેજ જળવાઈ રહેજેથી ખેડૂતોને પાણીવાળવું ન પડે.
શેત્રુંજી સિંચાઈ યોજના કેનાલ દ્વારા પાણી છોડવામાં આવેજેથી ખેડૂતોએ કરેલ વાવેતરને બચાવવા માટે કરાયેલ માગ વચ્ચે આજે બપોરબાર તળાજાના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા, ઠાડચ સહિતના વિસ્તારોમાં નેવાધાર વરસાદ વરસ્યોહતો. જ્યાં વરસાદ વરસ્યો તે વિસ્તારના ખેતરોમા પાણી ભરાયેલ હોય તેવા દ્રશ્યોસામે આવ્યા હતા.
જેસરમાં પોણો ઇંચ વરસાદ
ભાવનગર જિલ્લાના જેસરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જેસરમાં 16 મી.મી. વરસાદ નોંધાયો છે. તથા સાવરકુંડલા તાલુકામાં રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
સેવાડા, હિપાવડલી, પીપરડી, ધાર, મોટા ભમોદરા, લીખાળા, કાત્રોડી, ખડસલી, વીજપડી, પિયાવા સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પીપરડી ગામમાં સારો વરસાદ થતાં સ્થાનિક નદીમાં પાણીની આવક વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી હતી.
છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદ શરૂ થતાં ખેતરોમાં વાવણીની તૈયારીઓને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં મહતમ તાપમાનનો પારો 36 ડિગ્રી રહ્યો હતો.જ્યારે લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 13.2 કિમી નોધાઇ હતીં.
દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં ચોમાસાની આગમનની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં ભારે પવનની સ્થિતિ વચ્ચે દરિયાના પાણીમાં કરંટ જોવા મળતા દરિયો સામાન્ય કરતા વધુ ઘૂઘવતો જોવા મળ્યો હતો.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળતા કુદરતી નજારો સર્જાયો હતો. દ્વારકા શહેરના ગોમતી ઘાટ, સંગમનારાયણ મંદિર વિસ્તાર, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ વિસ્તાર, ભડકેશ્વર બીચ અને પંચકુઈ બીચ સહિતના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાના મોજા અંદાજે 10થી 12 ફૂટ જેટલી ઊંચાઈ સુધી ઉછળતા જોવા મળ્યા હતા.
ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે દરિયાના પાણીમાં ઉછાળ અને કરંટ જોવા મળતો હોય છે. હાલ રાજ્યમાં ચોમાસાનું આગમન નજીક હોવાથી દરિયામાં પવનની ગતિ વધતા અરબી સમુદ્રમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy