જુનાગઢ, તા.30
જૂન માસનો છેલ્લો દિવસ છે પરંતુ વરસાદના કોઈ વાવડ નથી એકધારો માંગરોળ દિશા તરફનો પવન સતત ફૂંકાઈ રહ્યો છે જેના કારણે વરસાદનું આગમન ધોરીમાસ ગણાતા જૂન માસમાં થયુ નથી. અલીનીનોની અસરના કારણે આ વર્ષે વરસાદ ખેંચાયો છે.
1987ના દુષ્કાળ બાદ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ભૂતકાળ બની જવાપામ્યો હતો, ઉતરો ઉતર દર વર્ષે મેઘરાજાની મહેર મોટાભાગના વિસ્તારોમાં વધી રહી હતી, પરંતુ વર્ષ 2026 માં જૂન માસ કોરો ધાકોડ પસાર થઈ જતા જગનો તાત ઘેરી ચિંતામાં મુકાઈ જવા પામ્યો છે.
ગત વર્ષે જૂન માસમાં 330 મિલી(13 ઇંચ) વરસાદ નોંધાયો હતો જેની સરખામણીમાં જિલ્લામાં અમુક જગ્યાએ માત્ર 9 ળળ વરસાદ નોંધાયો છે.15 થી 22 જુન એ કાયદેસર રીતે ચોમાસુ બેસી જતું હોય છે પરંતુ ચાલુ વર્ષે હજુ વરસાદના કોઈ એંધાણ નથી.
ગોત જુન માસમાં 13 ઇંચ, જુલાઈમાં 8 ઇંચ ઓગસ્ટ માસમાં સૌથી વધુ 16 ઇંચ સપ્ટેમ્બર માસમાં સાત ઇંચ , ઓક્ટોબરમાં સાડા પાંચ ઇંચ અને નવેમ્બર માસમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આવતીકાલે શરૂ થતા જુલાઈ માસ માં વરસાદની લોકો ચેતક નજરે આકાશ સામે મિટ માંડીને બેઠા છે.
આગોતરા વાવેતરમાં મગફળી, કપાસ ના વાવેતરમાં માઠી અસર જોવા મળી રહી છે, ઉગેલી આ મૌલાત ભારે પવન અને ભારે તાપ ના કારણે લગભગ મરણ પથારીએ જોવા મળી રહી છે. જમીનમાં બોર, કુવા ના તાળો પાતાળમાં જતા રહેતા પિયત આપી શકાય તેવી સ્થિતિ પણ રહેવા પામી નથી, નદી નાળા, ડેમ મા પણ નીર સુકાઈ રહ્યા છે.
જુલાઈના પ્રથમ સપ્તાહમાં જો વરસાદ નહીં પડે તો ઓરવેલી મગફળી કપાસ નું વાવેતર મોટાભાગનું નિષ્ફળ જશે તેટલું જ નહીં મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, મજુરી માથે પડશે. જુલાઈ માસમાં વરસાદ મોડો થશે અથવા ખેંચાશે તો મગફળી ના વાવેતર કરવામાં મોટો ફટકો પડશે, તેમ ખેડૂત વર્ગમાંથી બોલાઈ રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy