લ્યો બોલો..હવે બાબા રામદેવ લાવ્યા ‘આયુર્વેદીક હુક્કો’ : કફ, ઉધરસ, બંધ નાકમાં રાહતનો દાવો ; જોકે નિષ્ણાંતોની ચેતવણી

India | 12 September, 2026 | 04:55 PM
તમાકુને બદલે મુલેઠી, હળદર, રાઈ, ઘી અને કપૂરનો ઉપયોગ
સાંજ સમાચાર

નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિ બ્રાન્ડ નામ હેઠળ અનેક ઉત્પાદનો લોન્ચ કર્યા છે. સ્વદેશી બ્રાન્ડ તરીકે, બજારમાં ઘણા પતંજલિ ઉત્પાદનોની માંગ છે. આ દરમિયાન, બાબા રામદેવે એક આયુર્વેદિક હુક્કો પણ રજૂ કર્યો છે. હુક્કાના ફાયદા સમજાવતો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યોગગુરુ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ‘આયુર્વેદિક હુક્કા’ અંગે માહિતી આપતા જોવા મળે છે. પરંપરાગત હુક્કામાં તમાકુની જગ્યાએ આયુર્વેદિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

બાબા રામદેવના જણાવ્યા અનુસાર આ હુક્કામાં મુલેઠી, હળદર, રાઈ, અજમો, ગાયનું ઘી, કાકડાસિંગી અને દેશી કપૂર જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમનો દાવો છે કે આ રીતે તૈયાર કરાયેલા હુક્કાથી નાક બંધ થવા અને ઉધરસ જેવી તકલીફોમાં રાહત મળી શકે છે તથા આયુર્વેદના વાત, પિત્ત અને કફના સંતુલન સાથે પણ તેનો સંબંધ છે.

► સોશિયલ મીડિયા પર ચર્ચા
બાબા રામદેવનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકોએ તેને પરંપરાગત આયુર્વેદિક ઉપાય ગણાવ્યો છે, જ્યારે કેટલાક યુઝર્સે ‘ધુમાડો શ્વાસમાં લેવાનો હોય તો તે સ્વાસ્થ્ય માટે કેટલો સુરક્ષિત?’ તેવો સવાલ ઉઠાવ્યો છે.

► નિષ્ણાતોએ સાવચેતીની સલાહ આપી
આ પ્રકારના હુક્કાના સ્વાસ્થ્ય લાભ અંગે તબીબી નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે. નિષ્ણાતોના મતે કોઈ સામગ્રી કુદરતી કે આયુર્વેદિક હોવાના કારણે તેને સળગાવીને તેનો ધુમાડો ફેફસાંમાં લેવો આપમેળે સુરક્ષિત બની જતો નથી. ધુમાડો શ્વસનતંત્રમાં બળતરા પેદા કરી શકે છે અને ખાસ કરીને અસ્થમા, એલર્જી અથવા ફેફસાંની બીમારી ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઉધરસ કે નાક બંધ થવા જેવી તકલીફ માટે કોઈપણ ઘરગથ્થુ અથવા ધુમાડા આધારિત ઉપાય અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી વધુ યોગ્ય છે. ‘આયુર્વેદિક’ અથવા ‘કુદરતી’ શબ્દ માત્રથી કોઈ ઉપાયને વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત કે અસરકારક સાબિત કરી શકાતો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj