કસ્ટમમાં મદદના બહાને સુરતના વ્યાપારીનું રૂા.2 કરોડનુ સોનુ ચોરી લેવાયુ

India | 12 September, 2026 | 12:16 PM
કસ્ટમ ડયુટીની રોકડ સોના સાથે નાસેલો કેરેલીયન એરપોર્ટમાં જ ઝડપાયો
સાંજ સમાચાર

મુંબઈઃ સુરતમાં કપડાનો ધંધો બંધ કરી સોનાના કાનુની ધંધામાં ઝુકાવનાર એક વ્યાપારીનું રૂા.2 કરોડનું સોનુ તથા ડયુટી ચુકવવા માટે રાખેલા 1.28 લાખ દિરહામ તેની સાથે રહેલા કેરળના જ બે વ્યક્તિ એરપોર્ટ પર ચોરીને નાસી છુટવાનો પ્રયાસ કરતા અંતે ઝડપાઈ ગયા હતા. જેની સામે સહાર પોલીસ સ્ટેશનમાં અપરાધ નોંધાયા છે.

એરપોર્ટે પોલીસના જણાવ્યા મુજબ સુરતમાંથી કપડાના વ્યાપાર બંધ કરીને નવા વ્યાપારની તપાસ કરી રહેલા ગુજરાતી વ્યાપારી દુબઈ ગયા હતા જયાં તેઓને મોહમ્મદ આસીફ નામના વ્યક્તિએ દુબઈમાં કાનુની રીતે સોનુ ખરીદી ભારતમાં ડયુટી ભરી વેચવામાં નફો થશે.

તે રીતે સમજી અને દુબઈથી 1 કિલો સોનુ તથા 500 ગ્રામ વજનની બે સોનાની છડી ખરીદી કાનુની રીતે ડયુટી ભરવા 1.28 લાખ દિરહામની રોકડ લઈને ભારત આવ્યા તે માટે 7,66,589 દિરહારનું સોનુ ઉધારમાં પણ ખરીદ્યુ હતું.

તેઓ ફલાઈટમાં મોહમ્મદ આસીફના સાથી મોહમ્મદ કટુમાડાશિપ તે પણ કેરળનો હતો તેની સાથે થઈ અને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમમાં મદદ કરવાના નામે તેનું સોનુ-રોકડ ભરેલી બેગ લઈને નાસી ગયો અને તે બીજી બેંગ્લોરની ફલાઈટમાં રવાના થવાનો હતો પણ તેને ચેક-ઈન સમયે જ અટકાવી ધરપકડ કરી તેની પાસેથી સોનુ-રોકડ ઝડપી લીધા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj